Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિટ એન્ડ રનમાં દંપતીને કાળ ભેટ્યો:દહેગામ-રખિયાલ હાઈવે પર અજાણ્યા કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું

    8 hours ago

    દહેગામ-રખિયાલ હાઈવે રોડ પર ગઈકાલે(1 એપ્રિલ) શુક્રવારે મોડી સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર આવેલા જોગણી માતાના મંદિર પાસે પૂરઝડપે એક અજાણી ફોર વ્હીલર ગાડીના ચાલકે બાઇક સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં વાસણા રાઠોડ ગામના દંપતીનું કરુણ મોત નિપજ્યું હતું. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાંપા ગામે જતા સમયે અકસ્માત પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,વાસણા રાઠોડ ગામે રહેતા હરીભાઈ કોદરજી ડાભી અને તેમના પત્ની લલીતાબેન ગઈકાલે શુક્રવારે સાંજે બાઈક પર સવાર થઈને સાંપા ગામે એક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ દહેગામ-રખિયાલ હાઈવે પર જોગણી માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કાળ બનીને આવેલી એક અજાણી ગાડીએ તેમને અડફેટે લીધા હતા. દંપતી બાઇક પરથી ઉછળીને રોડ પર પટકાયું હતું આ અકસ્માત સર્જાતા દંપતી બાઇક પરથી ઉછળીને રોડ પર પટકાયું હતું. અને બંનેને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી ગયા હતા અને 108 એમ્બ્યુલસ બોલાવી ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે વધુ ઈજાઓ થવાથી હરિભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત સમયે નાનો ભાઈ મોટા ભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો લલિતાબેને ગાંધીનગર સિવિલમાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ અકસ્માત સમયે મૃતક દંપતીનો પુત્ર રણજીત ડાભી પોતાના મોટા ભાઈ ભરતભાઈને હાથમાં ફેક્ચર હોવાથી સારવાર માટે નરોડાની હોસ્પિટલમાં લઈ ગયો હતો. એ વખતે 108 દ્વારા તેને ફોન કરીને માતાપિતાનો અકસ્માત થયાની જાણ કરાઈ હતી. પત્નીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત જેના પગલે રણજીત તાત્કાલિક દહેગામ સરકારી હોસ્પિટલ પહોંચતા ફરજ પરના ડોક્ટરે તેમના પિતાને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ રીફર કરાયેલા માતાનું પણ ટૂંકી સારવાર બાદ અવસાન થયું હોવાના સમાચાર મળ્યા હતા. આ અંગે દહેગામ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    The Devil Wears Prada 2 box office collection Day 1: Meryl Streep-Anne Hathaway sequel earns $40 mil worldwide
    Next Article
    Maharashtra Board 12th Result 2026 LIVE: HSC Scorecard Releasing Today At mahahsscboard in, Direct Link Here

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment