Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી પર બેસી રીલ બનાવી:'તું ખીચ મેરી ફોટો'ના ગીત સાથે વીડિયો બનાવ્યો, પીઆઈએ કહ્યુ વાયરલ વીડિયોની તપાસ કરીશું

    8 hours ago

    અમદાવાદ પોલીસની સરકારી ગાડીનો ઉપયોગ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે કરવાનો હોય છે, પરંતુ અમદાવાદ પોલીસની 112 જનરક્ષકની સરકારી ગાડી પર બેસીને રીલ બનાવવામાં આવી હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રિવરફ્રન્ટ પર ગાડી પર બેસીને વીડિયો બનાવી 'તું ખીચ મેરી ફોટોના ગીત' સાથે બનાવવામાં આવેલી રીલનો વાયરલ થયેલો વીડિયો સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. જોકે સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ આવેલો છે તેમાં આ વીડિયો રિવરફ્રન્ટ પૂર્વ તરફનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પીઆઈએ કહ્યુ વાયરલ વીડિયોની તપાસ કરીશું જોકે પોલીસ દ્વારા આ વીડિયોને તપાસવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ એક સરકારી ગાડી પર બેસીને આ રીતે વીડિયો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સાબરમતી રિવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી રજિયાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાબતે અમે તપાસ કરાવી રહ્યા છીએ. જે વીડિયો જોવામાં આવી રહ્યો છે, તેમાં સ્પષ્ટ લોકેશન કઈ બાજુનું છે ખબર નથી અને ગાડી નંબર પણ દેખાતો નથી જેથી અમે વ્યક્તિગત રીતે તપાસ કરાવી રહ્યા છીએ. આ વીડિયો તાજેતરનો છે કે જૂનો છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની ગાડી પર બેસીને રીલ ને રોલા સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસની 112 નંબરની જનરક્ષક ગાડી ઉપર બેસીને બનાવવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રિવરફ્રન્ટ ખાતે લોઓર પ્રોમિનાડમાં પોલીસની ગાડી ઉભી રાખી આગળના બોનેટના ભાગે બેસીને વીડિયો બનાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો જે વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. રાત્રિના સમયે વીડિયો બનાવવામાં આવ્યો છે. પોલીસની જનરક્ષક ગાડી નાગરિકોની સુરક્ષા અને પેટ્રોલિંગ માટે હોય છે, પરંતુ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ગાડી ઉભી રાખી અને બેસી આવા લોકોને રીલ બનાવવા આપે છે.
    Click here to Read More
    Previous Article
    પાગલોના હાથમાં એટમ બોમ્બ આપી શકાય નહીં:ટ્રમ્પે પરમાણુ મુદ્દાનો ઉલ્લેખ ન હોવાથી ઈરાનનો યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ ફગાવ્યો
    Next Article
    Vibrant Gujarat Conference | Singapore to build ‘AI indoor garden’ on Sabarmati Riverfront, says envoy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment