Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારને જાતિવાદી હુમલો:ચૂંટણી દરમિયાન બે તમાચા મારી ધમકી, એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ

    8 hours ago

    નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 13ના કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદભાઈ બાબુભાઈ રાઠોડ અને તેમની પુત્રી પર જાતિવિષયક અપમાનજનક ટિપ્પણી કરી હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ થઈ છે. આ મામલે પોલીસે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દશેરા ટેકરી વિસ્તારમાં રહેતા પ્રમોદભાઈ રાઠોડે વોર્ડ નંબર 13માંથી કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. ગત 26 એપ્રિલ, 2026ના રોજ મતદાનના દિવસે સીટી સિવિક સેન્ટર ખાતેના બૂથ નંબર 08 પર તેમની પુત્રી જીનલ એજન્ટ તરીકે હાજર હતી. આ સમયે આરોપી અમરતભાઈ ગોવિંદભાઈ પટેલે ત્યાં આવી જીનલને જાતિવિષયક અપમાનજનક શબ્દો કહી ઝઘડો શરૂ કર્યો હતો. પુત્રીનો ફોન આવતા જ ઉમેદવાર પ્રમોદભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાસ્થળે સમાધાન અને પૂછપરછ ચાલી રહી હતી, તે દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ રાઠોડ એ ભાજપના કાર્યકર અમૃત પટેલને તમાચો ઠોકી દીધો હતો ત્યારબાદ અમરત પટેલ ત્યાંથી જતો રહ્યો હતો, વોર્ડ નંબર 13ના ભાજપના ઉમેદવાર માધવી શેઠના સસરા અને નવસારી નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સુરેશ શેઠ પોતાની કારમાં ત્યાં પહોંચ્યા હતા. પ્રમોદભાઈના આક્ષેપ મુજબ, સુરેશ શેઠે જાહેરમાં તેમની જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી તેમના ડાબા ગાલ પર બે તમાચા ઝીંકી દીધા હતા. એટલું જ નહીં, આરોપીઓએ તેમને "સાંજે ચૂંટણી પતે એટલે તારો રકાશ કાઢી નાખીશ" તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભોગ બનનાર ઉમેદવારના જણાવ્યા મુજબ, હુમલો કરનાર બંને શખ્સો હરીફ ઉમેદવારના સમર્થકો છે. ચૂંટણીની અદાવત રાખીને જ આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. આ બનાવ સમયે ઉમેદવારના પરિવારના સભ્યો અને અન્ય સાક્ષીઓ પણ હાજર હતા. ચૂંટણીની કામગીરી પૂર્ણ થયા બાદ પ્રમોદભાઈએ નવસારી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અમરતભાઈ ગોવિંદભાઈ પટેલ અને સુરેશ શેઠ વિરુદ્ધ ગાળો બોલવી, મારપીટ કરવી, ધમકી આપવી અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Patriot Box Office Collection Day 1 Live Updates: Mohanlal-Mammootty film becomes biggest Malayalam opener of 2026, earns Rs 29 cr worldwide
    Next Article
    KL Rahul Picks Up Orange Cap, Sends Fiery "Strike Rate" Message To Agarkar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment