Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ-સિદ્ધપુર નગરપાલિકાના વિજેતા ઉમેદવારોનું ગેઝેટ પ્રસિદ્ધ:પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીનો માર્ગ મોકળો; કલેક્ટર એજન્ડા જાહેર કરશે

    8 hours ago

    પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના વિજેતા ઉમેદવારોની યાદી રાજ્ય સરકારના ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સાથે જ બંને પાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની વહીવટી પ્રક્રિયા ઝડપી બની છે. હવે રાજ્ય ચૂંટણી પંચના આદેશ બાદ પાટણ કલેક્ટર દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે. પાટણ નગરપાલિકાના 44 અને સિદ્ધપુર નગરપાલિકાના 36 ચૂંટાયેલા ઉમેદવારોના નામોને રાજ્ય સરકારના રાજપત્ર (ગેઝેટ)માં સામેલ કરીને તેમને સત્તાવાર રીતે વિજેતા જાહેર કરાયા છે. રાજ્ય ચૂંટણી અધિકારી દ્વારા ગુજરાત નગરપાલિકા (ચૂંટણી) નિયમો-1994 ના નિયમ-68 હેઠળ આ જાહેરાત કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાના 11 વોર્ડની સામાન્ય ચૂંટણી 26 એપ્રિલ, 2026 ના રોજ યોજાઈ હતી, જેના પરિણામોના આધારે કાઉન્સિલરોની સત્તાવાર યાદી જાહેર થઈ છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં હવે પાટણ કલેક્ટર માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ નક્કી કરવાનો માર્ગ મોકળો થયો છે. આગામી તબક્કામાં રાજ્ય ચૂંટણી પંચ, રાજ્ય સરકારના સમન્વયમાં રહીને પાટણ, સિદ્ધપુર સહિતની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટેની તારીખો જાહેર કરશે. પાટણ નગરપાલિકામાં પ્રમુખ પદ માટે રોસ્ટર અમલી હોવાથી પ્રથમ અઢી વર્ષ માટે બક્ષીપંચ મહિલા પ્રમુખ બની શકશે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે કોઈ રોસ્ટર લાગુ પડતું નથી. આ જાહેરનામા બાદ પાટણ કલેક્ટર એજન્ડા બહાર પાડશે અને નિયત તારીખે નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી અથવા નિમણૂક પામેલા અધ્યાશી અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી યોજવામાં આવશે. અગાઉ ગેઝેટની પ્રસિદ્ધિમાં લગભગ 7 દિવસ લાગતા હતા, પરંતુ હવે ઈ-સરકાર પોર્ટલ દ્વારા ઈ-ફાઈલ સ્વરૂપે માત્ર 2 દિવસમાં જ ગેઝેટ ઉપલબ્ધ થાય છે, જેનાથી પ્રક્રિયામાં વેગ આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરત SBI 50 લાખ લૂંટ કેસમાં પોલીસને મહત્વની લીડ મળી:લૂંટારૂઓ 1 મહિનાથી ઉધનામાં નાના રૂમમાં ભાડે રહ્યાં, 17 દિવસ રેકી કરી; હાઈટેક ટેકનોલોજીથી CCTVમાંથી સ્પષ્ટ ફોટા કાઢ્યા
    Next Article
    Bengal Assembly Elections 2026 Voting Live Updates: Repolling Underway At 15 Booths

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment