Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી ભાજપા અગ્રણી શૈલેષ પટેલ હત્યા કેસ:કોન્ટ્રાક્ટ કિલર દિનેશ ગૌડની જામીન અરજી કોર્ટે ફગાવી

    7 hours ago

    વાપી ભાજપાના તાલુકા અગ્રણી શૈલેષ પટેલની હત્યા કેસમાં સંડોવાયેલા શાર્પ શૂટર દિનેશ ઉર્ફે લાલુ મોતીલાલ ગૌડની જામીન અરજી વાપીની અદાલતે નામંજૂર કરી છે. વલસાડના એડિશનલ સેશન્સ જજ ડૉ. એચ.એન. વકીલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ કેસમાં વલસાડ એલસીબી પોલીસે તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કરી હતી. જેલવાસ ભોગવી રહેલા આરોપી દિનેશ ગૌડે નિયમિત જામીન માટે અરજી કરી હતી. જોકે, સરકારી પક્ષે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને કોર્ટે માન્ય રાખી હતી. કોર્ટે આરોપીની નિયમિત જામીન અરજી ફગાવી દેવાનો આદેશ કર્યો છે. સમગ્ર ઘટના 8 મે 2023ના રોજ બની હતી. રાતા ખાડી સ્થિત રામેશ્વર મહાદેવ મંદિર પાસે શૈલેષ પટેલની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જૂની અદાવતનો બદલો લેવા માટે વિપુલ પટેલ, મિતેશ પટેલ અને શરદ પટેલે રૂ. 19 લાખમાં હત્યાની સોપારી આપી હતી. આરોપી દિનેશ ગૌડ સહિતના શૂટરોએ પિસ્ટલ વડે ફાયરિંગ કરીને હત્યાને અંજામ આપ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે હત્યા (કલમ 302), કાવતરું (કલમ 120B) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી દિનેશ ગૌડ અગાઉ પણ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. કોર્ટે ગુનાની ગંભીરતા અને ઉપલબ્ધ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીને જેલમાં જ રાખવાનો આદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાને દિલ્હીને 226 રનનો ટાર્ગેટ આપ્યો:રાહુલની સીઝનમાં ત્રીજી ફિફ્ટી, જાડેજાએ નિસાંકાને LBW કર્યો, 100+ રનની ઓપનિંગ ભાગીદારી તોડી
    Next Article
    Russia Successfully Test Launches New Soyuz-5 Rocket

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment