Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂપિયાની લેતી દેતીમાં યુવક પર જીવલેણ હુમલો:કારેલીબાગમાં સગીરે ઉછીના પૈસા પરત માંગતા યુવકે મિત્ર સાથે મળીને માર માર્યો, ખાડામાં ફેંકી દેતા ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યું

    11 hours ago

    વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મિત્રતાને લાંછન લગાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કારેલીબાગના જલારામનગરમાં રહેતા 17 વર્ષીય સગીરે તેના મિત્ર શૈલેષને કેટલાક રૂપિયા ઉછીના આપ્યા હતા. ગત 29 એપ્રિલના રોજ જ્યારે સગીર આ નાણાં પરત માંગવા ગયો, ત્યારે શૈલેષે ઉશ્કેરાઈ જઈને નાણાં આપવાનો ઇનકાર કર્યો હતો અને અશ્લીલ ગાળો આપી લોખંડની પાઇપ વડે શ્યામના માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. યુવકને મારી મારી ખાડામાં ફેંકી દીધો હુમલા બાદ ગભરાયેલો સગીર રિક્ષામાં બેસી ઘરે પરત ફરી રહ્યો હતો, પરંતુ શૈલેષ અને તેના સાગરીતોએ તેનો પીછો કરવાનું છોડ્યું નહોતું. તેમણે એલ એન્ડ ટી સર્કલ પાસે રિક્ષા રોકાવી, સગીરને બળજબરીપૂર્વક ક્રોમા મોલ પાછળ આવેલી એક નવી બાંધકામ સાઇટ પર લઈ ગયા હતા. ત્યાં તેને ફરીથી બેરહેમીથી માર મારવામાં આવ્યો અને ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં જ તેને બાંધકામ સાઇટના એક ઊંડા ખાડામાં ફેંકી દેવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે યુવકનું રેસ્ક્યૂ કર્યું ઘટનાની જાણ થતાં સગીરના પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સગીર ખાડામાં હોવાથી તેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ તેને સુરક્ષિત બહાર કાઢ્યો, જે બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે સગીરના પિતાએ ફરિયાદ નોંધાવતા બાપોદ પોલીસે આરોપી શૈલેષ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ભાજપનો અભિવાદન સમારોહ:સ્થાનિક સ્વરાજ ચૂંટણીના વિજેતા ઉમેદવારોનું સન્માન કરાયું
    Next Article
    કિટીપરાના ચકચારી આસીફ જુણેજા હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો:આરોપી 'વિકી બજરીયા'ને આજીવન કેદની સજા, મૃતક ઝઘડો કરતા આરોપીને સમજાવવા માટે ગયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment