Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરવાળાના રામપરામાં બાળકોની તકરાર હિંસક બની:બંને પક્ષના એક-એક વ્યક્તિને ઈજા, પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

    14 hours ago

    બરવાળા તાલુકાના રામપરા ગામમાં બાળકોની રમતમાં થયેલી તકરાર હિંસક મારામારીમાં પરિણમી હતી. આ ઘટનામાં બંને પક્ષના એક-એક વ્યક્તિને ઈજા થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, એક જ સમાજના બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ લાકડા અને ધોકા વડે મારામારી કરવામાં આવી હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા બરવાળા ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. વધુ સારવાર માટે એક વ્યક્તિને ધંધુકા અને બીજા વ્યક્તિને બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે બરવાળા પોલીસે તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. આ મામલે પોલીસે બંને પક્ષોની સામસામે ફરીયાદ નોંધી ને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલના 15 હજાર પેન્શનરોને ઘર બેઠા હયાતી ખરાઈ:પોસ્ટ વિભાગ દ્વારા નિશુલ્ક સુવિધા પૂરી પડાશે, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના નંબર પર સંપર્ક કરી શકાશે
    Next Article
    મોડાસાના રામેશ્વર કંપામાં જ્યોત પાઠનું આયોજન:રાધેકૃષ્ણ બાપુ અને ઋતિકા દીદી સહિત સંતો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment