Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસે શ્રમિકોનું વિરોધ પ્રદર્શન:લઘુત્તમ વેતન વધારાની માંગ સાથે અધિક કલેકટરને આવેદનપત્ર, ' આંગણવાડીના આશા વર્કરો આંદોલનના મંડાણ કરશે'

    13 hours ago

    ​આજે 1લી મે આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે આજરોજ ભાવનગર શહેરના પાનવાડી ખાતે જુદા જુદા ટ્રેડ યુનિયનો દ્વારા સૂત્રોચ્ચાર કરી રેલી સ્વરૂપ કલેકટર ને મુખ્યમંત્રીને અને વડાપ્રધાનને સંબોધતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અરુણ મહેતાએ કહ્યું કે, ગુજરાતમાં આંગણવાડી અને આશા વર્કરો આંદોલનના મંડાણ કરશે, ગાંધીનગર ધામા નાખવાની તૈયારી છે. શ્રમજીવીઓના લઘુત્તમ વેતનમાં વધારો ના કરાતા રોષ મોંઘવારી દિનપ્રતિદિન દરેક વસ્તુઓના ભાવ વધારા થઈ રહ્યો છે, તેના પ્રમાણમાં ગુજરાતમાં કે કેન્દ્ર સરકાર દ્વારા શ્રમજીવીઓના લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી, ​ખુદ વડાપ્રધાને જે દિવસે શપથ ગ્રહણ કર્યા ત્યારે એમને કહ્યું હતું કે, એક માણસને જીવવા માટે ઓછામાં ઓછા રૂ.26,000 જોઈએ તેની બદલે આજે હાલત ઈ છે કે આંગણવાડી વર્કરને રૂ.10,000 અને રૂ.5,500નું વેતન આપવામાં આવે છે. કામ 12 કલાક લેવામાં આવે છે અને પગાર 8 કલાકનો આપવામાં આવે છે આશા વર્કરને માત્ર માત્ર રૂ.5,500 વેતન આપવામાં આવે છે અને ગુજરાતના શ્રમજીવીઓની હાલત તો ચારે બાજુ કોન્ટ્રાક્ટ સિસ્ટમની બોલબાલા છે. પગાર ચિઠ્ઠી પણ ન મળે, એમને ઓવરટાઇમ પણ ન મળે અને 12 કલાક કામ કરવાના દિવસની જાહેરાત કેન્દ્ર સરકારે કરી દીધી છે, એને પરિણામે કામ 12 કલાક લેવામાં આવે છે અને પગાર 8 કલાકનો આપવામાં આવે છે. માનભેર, સન્માનભેર વેતન આપો, વેતન ન આપો તો અમારું કુટુંબ જીવી શકે એમ નથી.' અરુણ મહેતાએ કહ્યું કે, હવે કામદારોમાં રોષ ચારે બાજુથી ફાટી નીકળ્યો છે, નોઈડામાં પણ કામદારો જબ્બર પાયા ઉપર નીકળ્યા હતાં. હજીરા પાસે સુરતમાં પણ હજારો કામદારો નીકળી પડ્યા હતા અને એમની એક જ વાત હતી કે 'અમને જીવાય એવું માનભેર, સન્માનભેર વેતન આપો, વેતન ન આપો તો અમારું કુટુંબ જીવી શકે એમ નથી.' ​અને આજે અમે જાહેરાત કરીએ છીએ કે આવનારા દિવસોમાં આંગણવાડી અને આશા વર્કરના જબ્બર આંદોલનો થશે. ઉપરાંતમાં ગુજરાતના શ્રમજીવીઓ પણ લઘુત્તમ વેતન વધારવા માટેની માંગણી માટે લડાઈના મેદાનમાં આવશે અને જરૂર પડે તો ગાંધીનગર ધામા નાખીને બેસી જશે, ​આ સાથે આજે આ પ્રારંભ છે, 1લી મે શ્રમજીવી દિવસે અને તે મુજબ આજરોજ અધિક કલેકટરને મુખ્યમંત્રીને અને વડાપ્રધાનને સંબોધતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    CMએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું:કરોડોના MOU થયા; 8 નવી સ્માર્ટ GIDCની જાહેરાત, કટ ડાયમંડ-GI ટેગ પર ખાસ કવર લોન્ચ
    Next Article
    દાહોદમાં ACPCનો એન્જિનિયરિંગ પ્રવેશ માર્ગદર્શન સેમિનાર:2 મેના રોજ, ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ખાસ આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment