Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેગ્નન્સીમાં પણ દીપિકા પાદુકોણનું જોરદાર એક્શન!:સાઉથ આફ્રિકાની શેરીઓમાં ભરતડકામાં શાહરુખ સાથે શૂટિંગ કરતી દેખાઈ, ‘કિંગ’ના સેટ પરથી ફોટો લીક

    11 hours ago

    બોલિવૂડની ‘લેડી સિંઘમ’ અને ગ્લોબલ આઈકોન દીપિકા પાદુકોણ તેના ડેડિકેશન માટે જાણીતી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાઇરલ થઈ રહી છે, જેણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. દીપિકા પ્રેગ્નન્ટ હોવા છતાં શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ માટે સાઉથ આફ્રિકાના ધગધગતા તડકામાં એક્શન સીનનું શૂટિંગ કરતી જોવા મળી. તડકામાં પણ દીપિકાનો અદભૂત જુસ્સો સાઉથ આફ્રિકાના કેપ ટાઉનથી લીક થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે કિંગ ખાન અને દીપિકા એક ગીત અને હાઈ-વોલ્ટેજ એક્શન સિક્વન્સ માટે સખત મહેનત કરી રહ્યા છે. સેટ પર હાજર લોકોના મતે, દીપિકાએ તડકાની પરવા કર્યા વગર શૂટિંગ ચાલુ રાખ્યું હતું, જે જોઈને ખુદ શાહરુખ ખાન પણ પ્રભાવિત થયો હતો. શાહરુખ ખાન સાથેના ફોટા વાઇરલ લીક થયેલા વીડિયો અને ફોટામાં દીપિકા અને શાહરુખ એકબીજાનો હાથ પકડીને ઊભેલા જોવા મળે છે. એક ફોટામાં દીપિકા ઓરેન્જ અને બ્લેક કોમ્બિનેશનના આઉટફિટમાં અત્યંત ગ્લેમરસ દેખાઈ રહી છે, જ્યારે બીજા એક સીનમાં તે એક્શન ડિરેક્ટર સાથે ચર્ચા કરતી જોવા મળે છે. ફેન્સ દીપિકાના આ પ્રોફેશનલિઝમને જોઈને તેને ‘સુપરવુમન’ કહી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ માને છે કે આ ગીત અનિરુદ્ધ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે, જેણે અગાઉ શાહરુખની ફિલ્મ ‘જવાન’ માટે સંગીત આપ્યું હતું. શું છે ‘કિંગ’ની કહાની? ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મમાં શાહરુખ ખાન એક ડોન અથવા મેન્ટરની ભૂમિકામાં હોવાનું મનાય છે. દીપિકા આ ફિલ્મમાં માત્ર કેમિયો નથી કરી રહી, પરંતુ તેનો રોલ ખૂબ જ પાવરફુલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં શાહરુખની પુત્રી સુહાના ખાન પણ છે, અને દીપિકા-શાહરુખની કેમેસ્ટ્રી ફરી એકવાર ‘પઠાન’ અને ‘જવાન’ જેવો જાદુ જગાવવા તૈયાર છે. ક્રિસમસ પર થશે મોટો ધડાકો ‘કિંગ’ ફિલ્મ 24 ડિસેમ્બર 2026ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં એડ શીરનનું સંગીત અને અનિરુદ્ધના બીટ્સ હોવાની પણ ચર્ચા છે. હવે જોવાનું એ રહેશે કે શાહરુખ અને દીપિકાની આ જોડી આ વખતે બોક્સ ઓફિસ પર કેટલા નવા રેકોર્ડ સર્જે છે.
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu Election Exit Poll Results 2026 Highlights: ‘Wait for 3 more days… NDA will form next government,’ says BJP leader Murugan
    Next Article
    MP-જબલપુરમાં ક્રુઝ ડૂબ્યું, 9 મૃતદેહ મળ્યા:28ને બચાવ્યા, 4 ગુમ, લાઇફ જેકેટમાં 4 વર્ષના દીકરાને છાતીએ લગાવેલો માતાનો મૃતદેહ મળ્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment