Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્મા અંબિકા મંદિરે વૈશાખી પૂનમની ઉજવણી:મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, દર્શન કર્યા

    9 hours ago

    સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજીના મંદિરે વૈશાખી પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. 'નાના અંબાજી' તરીકે ઓળખાતા આ મંદિરમાં શુક્રવારે વહેલી સવારથી જ 'જય અંબે'ના નાદ ગુંજી ઉઠ્યા હતા. વૈશાખી પૂનમના વિશેષ મહત્વને કારણે સવારે 6:30 કલાકે મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ પવિત્ર અવસરે માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં ભક્તોએ માતાજીના કમળ પર સવારીના અદભૂત સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દિવસભર મંદિર પરિસર ભક્તોથી ભરાયેલું રહ્યું હતું. માઈભક્તોએ લાંબી કતારોમાં શિસ્તબદ્ધ રીતે ઉભા રહી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર ખેડબ્રહ્મામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે દર્શનની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    CM ભૂપેન્દ્ર પટેલ એક્ઝિબિશન સેન્ટર પહોંચ્યા:થોડીવારમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન; કટ ડાયમંડ માટે GI ટેગ અને નવી સ્માર્ટ GIDCની જાહેરાતો થશે
    Next Article
    બોટાદમાં રાજપૂત શેરીમાંથી વિદેશી દારૂ ઝડપાયો:LCBએ 1705 બોટલ દારૂ, 480 બિયર સાથે ₹3.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment