Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ગુજરાત સ્થાપના દિન 'સેવા દિન' તરીકે ઉજવાશે:કલેક્ટર, પ્રાંત અધિકારીઓ જનસેવા કેન્દ્રો પર અરજીઓનો નિકાલ કરશે

    7 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ૧લી મે, ગુજરાત સ્થાપના દિનની 'સેવા દિન' તરીકે ઉજવણી કરાશે. આ દિવસે જનસેવા કેન્દ્રો ખાતે નાગરિકોની અરજીઓનો તે જ દિવસે નિકાલ સુનિશ્ચિત કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી કચેરીના જનસેવા કેન્દ્ર પર રૂબરૂ હાજર રહી કામગીરીનું સીધું નિરીક્ષણ કરશે. રાજ્ય સરકારના નાગરિક અધિકારપત્ર કાર્યક્રમ અંતર્ગત સેવાઓને વધુ અસરકારક, પારદર્શક અને લોકાભિમુખ બનાવવા આ વિશેષ આયોજન કરાયું છે. જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ અને મામલતદારો પણ ૧લી મેના રોજ સવારે ૯:૦૦ થી બપોરના ૧૨:૦૦ કલાક સુધી પોતાના હેડક્વાર્ટરના જનસેવા કેન્દ્રો પર રૂબરૂ ઉપસ્થિત રહેશે. આ દિવસે નાગરિકોની ATVT સંબંધિત દાખલાઓ અને અરજીઓ 'સુગમ ડિજિટલ ગુજરાત' ઓનલાઈન પોર્ટલ મારફત સ્વીકારવામાં આવશે. મળેલી તમામ નવી અરજીઓ તેમજ અગાઉની બાકી અરજીઓનો 'વન ડે ગવર્નન્સ' કાર્યક્રમ હેઠળ તે જ દિવસે નિકાલ કરીને નાગરિકોને દાખલાઓ એનાયત કરાશે. નાગરિકોના માર્ગદર્શન અને અરજીઓના ઝડપી નિકાલ માટે જનસેવા કેન્દ્રો ખાતે જરૂરિયાત મુજબ વધારાના સ્ટાફની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, કેન્દ્રો પર આવતા નાગરિકો માટે છાંયડો, બેસવા-લખવાની સગવડ તેમજ ઠંડા પાણી અને છાશની પણ વિશેષ વ્યવસ્થા કરાશે.
    Click here to Read More
    Previous Article
    Marathi checks, permit crackdown: How the state government’s auto-taxi drive will affect Mumbaikar’s daily commute from today
    Next Article
    Chi Yu Jen vs Kidambi Srikanth in key third singles; Ayush Shetty vs Lin Chun-Yi crucial in Thomas Cup quarters

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment