Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં પરિણીતાને ભગાડી જનાર યુવકની હત્યા:યુટ્યુબર સહિત ત્રણ લોકોએ માર મારી માફી મંગાવતો વીડિયો વાયરલ કર્યો, શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યા બાદ ત્રણેય સામે ગુનો

    10 hours ago

    અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. સુરતમાં કડિયાકામ કરતો યુવક પરિણીતાને ભગાડી ગયો હતો. જે બાદ યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે તાજેતરમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો, જેમાં યુટ્યુબર આ યુવક પાસે માફી મંગાવતો હોવાનું સામે આવ્યું હતું. જે મામલે પોલીસે જાણીતા યુટ્યુબર સહિત ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શું છે સમગ્ર મામલો? મૃતક યુવકની ઓળખ 26 વર્ષીય નિલેશ રમેશ ચુડાસમા તરીકે થઈ છે. નિલેશ સુરતમાં કડિયાકામ કરતો હતો અને આ દરમિયાન તેને આહીર સમાજની એક પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. નિલેશ આ મહિલાને ભગાડી ગયો હતો, જે વાતનું મનદુઃખ રાખીને આરોપીઓએ તેનું કાસળ કાઢી નાખવાનું કાવતરું ઘડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વીડિયો વાયરલ કરી યુવકને અપમાનિત કરાયો ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામના યુટ્યુબર તરુણ બાંભણીયા (તરુણ આહીર) એ નિલેશને શોધી કાઢ્યો હતો. તરુણે નિલેશને નીચે બેસાડી, આહીર સમાજની દીકરીને ભગાડવા બદલ માફી મંગાવતો એક વીડિયો શૂટ કર્યો હતો. વીડિયોમાં યુવક બે હાથ જોડી સમાજની માફી માંગી રહ્યો હતો. યુટ્યુબર વીડિયોમાં કહી રહ્યો હતો કે, આ યુવકને 27 તારીખનું અલ્ટીમેટમ આપ્યું હતું જોકે, તે હાજર ન થતાં તેને અમદાવાદથી શોધી કાઢ્યો છે. સમાજની દીકરીને જે પણ ભગાડીને લઈ જશે તેને છોડવામાં આવશે નહીં. એટલું જ નહીં, યુટ્યુબરે મૃતકના માતા અને ભાઈ પર દબાણ લાવીને અન્ય એક વીડિયો પણ બનાવડાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયા હતા. હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવી વીડિયો વાયરલ થયાના થોડા જ સમય બાદ, સાવરકુંડલાના બાઢડા ગામમાં આવેલી વિરાણી હાઈસ્કૂલ પાછળની પડતર જગ્યામાંથી નિલેશની લાશ મળી આવી હતી. મૃતકના ભાઈ વિરલભાઈ ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ નિલેશને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ હથિયારો અથવા અન્ય રીતે જીવલેણ માર મારી હત્યા કરી હતી અને ત્યારબાદ તેની લાશને બાઢડા ખાતે ફેંકીને નાસી છૂટ્યા હતા. યુટ્યુબર તરુણ બાંભણીયા સહિત 3 સામે હત્યાનો ગુનો સાવરકુંડલાના DYSP વિરલ ચંદને જણાવ્યું હતું કે, પોલીસે મૃતદેહને કબજે કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલી આપ્યો છે. આ કેસમાં સાવરકુંડલા રૂરલ પોલીસે મુખ્ય ત્રણ આરોપીઓ યુટ્યુબર તરુણ બાંભણીયા (રહે. કરલા, તા. જેસર, જી. ભાવનગર), વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નકુમ (રહે. અખેગઢ, તા. મહુવા) અને અમિત હડિયા (રહે. ઘાંડલા) સામે ગુનો નોંધ્યો છે. પોલીસને શંકા છે કે, આ તપાસ દરમિયાન અન્ય કેટલાક નામો પણ ખુલી શકે છે. હાલમાં પી.એલ. ચૌધરી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના યુગમાં કાયદો હાથમાં લઈને વીડિયો વાયરલ કર્યા બાદ થયેલી આ હત્યાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. મૃતકના ભાઈ વિરલભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, મારો ભાઈ છોકરીને 18 તારીખે ભગાડી ગયો હતો જે બાદ મને કોલ આવ્યો હતો જેમાં છોકરીને સોપી દેવાની વાત કરી હતી. તે લોકો અમારા ઘરે આવ્યાં હતા અને ધાક ધમકી આપી હતી. આ ઘટના બાદ 28 તારીખે અમને જાણ થઈ કે મારા ભાઈને અમદાવાદથી શોધી કાઢ્યો છે. જે બાદ મારા ભાઈની લાશ મળી આવી હતી. તેને માર મારવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ રેલવે મેદાનમાં ઓપન ગુજરાત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ:રાજ્યભરની 65થી વધુ ટીમો વચ્ચે 15 રાત્રિ જંગ જામશે
    Next Article
    Ahmedabad Crime News Live | 34 વર્ષ જૂની લાશનો ખુલાસો! DNA ટેસ્ટ કરાશે | Crime Branch | Mystery

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment