Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ યુદ્ધ ચાલુ રાખશે, સંસદમાંથી મંજૂરી ટાળી:પ્રસ્તાવ રદ થવાનો ડર; રક્ષા મંત્રીએ કહ્યું- યુદ્ધ વિરોધી અમેરિકનો ઈરાન કરતાં વધુ ખતરનાક

    15 hours ago

    ટ્રમ્પે ઈરાન યુદ્ધની મંજૂરી માટે સંસદમાં પ્રસ્તાવ મૂકવાનો ઈરાદો હાલ પૂરતો ટાળી દીધો છે. યુદ્ધના 60 દિવસનો સમય પૂરો થયા પછી ટ્રમ્પને તેને આગળ ચાલુ રાખવા માટે 1 મેના રોજ પ્રસ્તાવ મૂકવાનો હતો. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ગુરુવારે સંસદમાં કહ્યું કે રાષ્ટ્રપતિને 60 દિવસથી વધુ યુદ્ધ ચાલુ રાખવા માટે સંસદની મંજૂરી લેવાની જરૂર નથી. તેમનું કહેવું હતું કે ઈરાન સાથે જે સીઝફાયર (યુદ્ધવિરામ) થયું છે, તેનાથી આ 60 દિવસની સમય મર્યાદા અટકી ગઈ છે. અમેરિકા-ઈરાન યુદ્ધ 7 એપ્રિલે અટકી ગયું હતું. તેનો અર્થ એ છે કે આ યુદ્ધ લગભગ 40 દિવસ ચાલ્યું. હેગસેથે એમ પણ કહ્યું કે આ સમયે સૌથી મોટો ખતરો ઈરાન નહીં, પરંતુ યુદ્ધ વિરોધીઓ છે. જેમાં કેટલાક ડેમોક્રેટ અને કેટલાક રિપબ્લિકન છે. વિયેતનામ યુદ્ધ પછી 60 દિવસનો કાયદો આવ્યો અમેરિકામાં વિયેતનામ યુદ્ધ પછી એક કાયદો બનાવવામાં આવ્યો હતો, જેને 'વૉર પાવર્સ રિઝોલ્યુશન' કહેવામાં આવે છે. આ કાયદા મુજબ, રાષ્ટ્રપતિ સંસદની મંજૂરી વિના માત્ર 60 દિવસ જ સેનાનો ઉપયોગ કરી શકે છે. આ કાયદા હેઠળ રાષ્ટ્રપતિએ કાં તો સેના પાછી બોલાવવી પડે છે, અથવા યુદ્ધ ચાલુ રાખવા માટે સંસદ પાસેથી મંજૂરી લેવી પડે છે, અથવા પછી 30 દિવસનો વધારાનો સમય માંગવો પડે છે. ટ્રમ્પે 1 માર્ચે સંસદમાં ઈરાન પર હુમલાની જાણકારી આપી હતી. આવી સ્થિતિમાં 60 દિવસની સમયમર્યાદા 1 મેના રોજ પૂરી થઈ જશે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. ટ્રમ્પની ધમકી: ટ્રમ્પે ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર પોતાનો ફોટો શેર કરીને કહ્યું, વાવાઝોડું આગળ વધી રહ્યું છે. તેને કોઈ રોકી શકશે નહીં. 2. ઈરાનનો જવાબ: સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈએ કહ્યું, અમે હુમલાખોરોને સમુદ્રમાં ડુબાડી દઈશું. ફારસની ખાડીમાં તેમના માટે કોઈ જગ્યા નથી. 3. ભારતને રાહત: ભારતમાં ઈરાનના રાજદૂતે કહ્યું છે કે ઈરાન હોર્મુઝમાં જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરી રહ્યું છે. ભારતના જહાજો પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. 4. મુજતબાના સ્વાસ્થ્ય પર સસ્પેન્સ: મુજતબા ખામેનેઈના સ્વાસ્થ્ય અંગે હજુ પણ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. તેઓ હજુ સુધી ક્યારેય જાહેરમાં દેખાયા નથી. 5. અમેરિકી એરક્રાફ્ટ પાછું ફર્યું: દુનિયાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ જેરાલ્ડ આર ફોર્ડ હવે 300 દિવસથી વધુની રેકોર્ડ તૈનાતી પછી અમેરિકા પાછું ફરી રહ્યું છે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Commercial LPG rates hiked by Rs 993; domestic fuel, ATF prices remain unchanged
    Next Article
    દારૂ ઝડપાયો:દારૂની 3600 નાની બોટલ સહિત 4 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment