Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તરબૂચ ખાવાથી આખા પરિવારનું મૃત્યુ!:ઉનાળામાં વધતું ફૂડ પોઈઝનિંગનું જોખમ, જાણો લક્ષણો, સાવચેતી અને બચાવના ઉપાયો

    9 hours ago

    25 એપ્રિલે મુંબઈમાં એક પરિવારના ચાર સભ્યોનું ઝાડા-ઊલટીને કારણે મૃત્યુ થયું. આખા પરિવારે ડિનર પછી મોડી રાત્રે તરબૂચ ખાધું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગની પુષ્ટિ થઈ છે. એક અઠવાડિયા પહેલા, ગુજરાતના દાહોદમાં એક લગ્ન સમારોહમાં ભોજન કર્યા પછી 400થી વધુ લોકો બીમાર પડ્યા. તેમને ઊલટી-ઝાડા થવા લાગ્યા. ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ‘અમેરિકન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન’ (CDC) અનુસાર, ઉનાળામાં ફૂડ પોઈઝનિંગના કેસ વધુ જોવા મળે છે. આથી આજે કામના સમાચારમાં જાણીશું કે- નિષ્ણાત: ડો. અલી શેર, સિનિયર કન્સલ્ટન્ટ, ઇન્ટરનલ મેડિસિન, એપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલ, દિલ્હી પ્રશ્ન- ફૂડ પોઈઝનિંગ શું છે? જવાબ- આ ખરાબ કે સંક્રમિત ભોજનથી થતી બીમારી છે. તેમાં ઊલટી, ઝાડા, પેટમાં દુખાવો, તાવ જેવા લક્ષણો જોવા મળે છે. પ્રશ્ન- ફૂડ પોઈઝનિંગ કેમ થાય છે? જવાબ- ફૂડ પોઈઝનિંગનું મુખ્ય કારણ ખરાબ કે દૂષિત ભોજન છે. સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગ આ જંતુઓને કારણે થાય છે– બેક્ટેરિયા વાયરસ પરોપજીવી ટોક્સિન્સ પ્રશ્ન- ઉનાળાની ઋતુમાં ફૂડ પોઈઝનિંગના કેસ કેમ વધી જાય છે? જવાબ- ઉનાળાની ઋતુમાં તાપમાન અને ભેજ (હ્યુમિડિટી) વધી જાય છે, જે બેક્ટેરિયાને વિકસવા અને વધવા માટે એકદમ અનુકૂળ છે. પ્રશ્ન- શું ફૂડ પોઈઝનિંગ ચેપી પણ હોઈ શકે છે? જવાબ- ફૂડ પોઈઝનિંગ સીધી રીતે ચેપી બીમારી નથી. પ્રશ્ન- ફૂડ પોઈઝનિંગ અને ફૂડ ઇન્ફેક્શનમાં શું ફરક છે? જવાબ- તેને પોઈન્ટર્સથી સમજીએ- ફૂડ પોઈઝનિંગ ફૂડ ઇન્ફેક્શન પ્રશ્ન- ફૂડ પોઈઝનિંગના લક્ષણો શું હોય છે? જવાબ- ફૂડ પોઈઝનિંગ થાય ત્યારે પાચનતંત્ર સંબંધિત લક્ષણો દેખાય છે. ગ્રાફિકમાં જુઓ- પ્રશ્ન- શું ખાવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ સૌથી વધુ હોય છે? જવાબ- કેટલાક ખોરાકમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે. તેથી, તેનાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ વધુ હોય છે. નીચેના મુદ્દાઓમાં જુઓ– ગ્રાફિકમાં તમામ ફૂડ્સની યાદી જુઓ- પ્રશ્ન- જો ફૂડ પોઈઝનિંગ થાય તો સૌથી પહેલા કયા ઘરેલું ઉપાય કરવા જોઈએ? જવાબ- ફૂડ પોઈઝનિંગ થવા પર શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની કમી થઈ શકે છે. તેથી બોડીને હાઇડ્રેટેડ રાખવું જરૂરી છે. સાથે જ ડાયજેશનને આરામ આપતી વસ્તુઓ ખાઓ. બધા ઉપાય ગ્રાફિકમાં જુઓ- પ્રશ્ન- ફૂડ પોઈઝનિંગ થાય ત્યારે શું ખાવું અને શું બિલકુલ ન ખાવું? જવાબ- ફૂડ પોઈઝનિંગ દરમિયાન એવી વસ્તુઓ ખાવી જોઈએ, જે પેટ પર વધુ દબાણ ન નાખે અને સરળતાથી પચી જાય. ગ્રાફિકમાં જોઈએ, શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ- પ્રશ્ન- ફૂડ પોઈઝનિંગથી બચવા માટે શું સાવચેતી રાખવી જોઈએ? જવાબ- થોડી સાવચેતી અને સ્વચ્છતા અપનાવીને તેનાથી સરળતાથી બચી શકાય છે. ગ્રાફિક્સમાં જુઓ કઈ સાવચેતી રાખવી જોઈએ- પ્રશ્ન– શું ફૂડ પોઈઝનિંગ જીવલેણ પણ હોઈ શકે છે? જવાબ- મોટાભાગના કિસ્સાઓમાં ફૂડ પોઈઝનિંગ થોડા કલાકો કે થોડા દિવસોમાં ઠીક થઈ જાય છે. જોકે, ચેપ ગંભીર હોય તો તે ખતરનાક પણ હોઈ શકે છે. પ્રશ્ન– ફૂડ પોઈઝનિંગ થાય ત્યારે ક્યારે ડોક્ટરને બતાવવું જરૂરી છે? જવાબ- જો લક્ષણો લાંબા સમય સુધી રહે અથવા વધુ ગંભીર બને, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. પોઈન્ટર્સથી સમજીએ કયા લક્ષણો ગંભીર હોઈ શકે છે- નાના બાળકો, વૃદ્ધો કે સગર્ભા સ્ત્રીમાં લક્ષણો ગંભીર થવાની રાહ ન જુઓ, તેમને તરત જ હોસ્પિટલ લઈ જાઓ.
    Click here to Read More
    Previous Article
    ભાવનાઓથી કંટ્રોલ ન થાઓ, તેને કંટ્રોલ કરો!:ચિંતાને ખાતર-પાણી ન આપો, સુખ હોય કે દુઃખ, શાંત રહો, તો જ સફળતા મળશે
    Next Article
    દર્શકોના મગજ વાંચીને ફિલ્મો બનશે!:વધુ સારી ફિલ્મો બનાવવા માટે સિનેમા લેબમાં અનોખું સંશોધન

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment