Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંભીર અકસ્માત સર્જાયો:પાલજપુરના મડાણા પાટિયા નજીક ડાલાની ટક્કરે બાઇક ચાલકનું મોત

    8 hours ago

    પાલનપુર તાલુકાના મડાણા (ડાં) ગામ નજીક ગત શુક્રવારે રાત્રે પિકઅપ ડાલાની ટક્કરની બાઇક ચાલક યુવકનું મોત થયું હતું.આ અંગેની ફરિયાદના આધારે પાલનપુર તાલુકા પોલીસે ડાલાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ડીસા તાલુકાના રાણપુર ગામના કરણભાઈ ખાડેડીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના કાકાના દિકરા હિતેષજી અશોકજી ખાડેડીયા (ઉ.વ. 22) તા. 24 એપ્રિલે બાઇક (જીજે-08-ઇએ-9580) લઈને ધનપુરા ખાતે લગ્ન પ્રસંગે જવા નીકળ્યા હતા. તેઓ પાલનપુર તાલુકાના મડાણા (ડાં) ગામેથી પોતાના સંબંધીઓને લઈને આગળ જવાના હતા. આ દરમિયાન રાત્રિના સમયે મડાણા પાટિયા નજીક પિકઅપ ડાલા (જીજે-08-એયુ-3043)ના ચાલકે હિતેષજીની બાઈકને ટક્કર મારી હતી. આથી હિતેષજીને માથા તેમજ હાથ-પગના ભાગે ભારે ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ તેમને તાત્કાલિક ચંડીસર સીએચસી ખાતે સારવાર માટે ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અંતિમવિધિ કરી હતી. આ મામલે પાલનપુર તાલુકા પોલીસે પિકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    હરીપુરા વિસ્તારનો યુવક ગંભીર રીતે ઘવાયો:પૈસાની ઉઘરાણી માટે બોલાવી પથ્થર મારી યુવકની જમણી આંખ ફોડી નાંખી
    Next Article
    ઉમેદવારોએ ગુમાવી ડિપોઝિટ:બનાસકાંઠા જિલ્લા પંચાયતની 29 બેઠકો ઉપર આપ અપક્ષના 40 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment