Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી:ધારિયા-તલવાર ઉછળ્યા, ભાજપ કાર્યકર પર કોંગ્રેસના જૂથનો હુમલો

    16 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નુનારડા ગામે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજકીય ગરમાવો હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. લોકશાહીના પર્વ બાદ શાંતિ જળવાઈ રહેવી જોઈએ તેને બદલે અહીં ચૂંટણીના મનદુઃખમાં લોહીયાળ જંગ ખેલાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી આ અથડામણમાં ધારિયા અને તલવાર જેવા જીવલેણ હથિયારો ઉછળતા ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આ હિંસક હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અચાનક 8થી 10 લોકોનું ટોળું હથિયારો સાથે ધસી આવ્યું ​ઘટનાની વિગતો મુજબ, નુનારડા ગામના રહીશ કારાભાઈ અરજણભાઈ બારૈયાએ હોસ્પિટલના બિછાનેથી ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ પોતાના ભાણેજ રમેશભાઈની વાડીએ શાંતિથી બેઠા હતા, ત્યારે અચાનક 8 થી 10 લોકોનું ટોળું હથિયારો સાથે ત્યાં ધસી આવ્યું હતું. આ હુમલાખોરોમાં મુખ્યત્વે પર્વત વેજા પીઠિયા, રમેશ વેજા પીઠિયા, માલદે નથુ પીઠિયા સહિતના શખ્સો સામેલ હતા. હુમલાખોરોએ હાથમાં ધારિયા અને તલવાર જેવા હથિયારો ધારણ કર્યા હતા અને વાડીમાં પહોંચતાની સાથે જ કારાભાઈ પર તૂટી પડ્યા હતા. હુમલો કરનાર જૂથ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલું હોવાનો દાવો ​ભોગ બનનાર કારાભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીના સમર્થક છે, જ્યારે હુમલો કરનાર જૂથ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલું છે. ચૂંટણી દરમિયાન થયેલી રાજકીય ખેંચતાણ અને પરિણામો બાદ ઉભું થયેલું મનદુઃખ આ હુમલાનું મુખ્ય કારણ છે. આ હુમલામાં કારાભાઈને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને કેશોદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ગામની શાંતિ ડહોળાતા લોકોમાં ફફડાટનો માહોલ ​આ ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. ગામમાં ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકીય હુમલાના કારણે ગામની શાંતિ ડહોળાઈ ગઈ છે અને લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસે કારાભાઈની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મહાનગરપાલિકાના એકાઉન્ટ વિભાગમાં મોટો ફેરફાર:ચેતન દેસાઈ વયનિવૃત્ત થતા હેમા જરીવાલાને ચીફ એકાઉન્ટન્ટ સહિતની અનેક મહત્વની જવાબદારીઓનો હવાલો સોંપાયો
    Next Article
    Unseasonal Rain LIVE | ઉત્તરમાં પડ્યો કરા સાથે ધોધમાર વરસાદ, હવે વાવાઝોડા? |Gujarat Weather Forecast

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment