Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત સ્થાપના દિને ગાંધીનગરના આંગણે સૂરસંગીતનો મેળો:શહેરના જાણીતા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં જલસા સ્ટ્રીટમાં કુશલ ગઢવી પર્ફોમન્સ આપશે, પ્રવેશ નિઃશુલ્ક

    4 days ago

    આવતીકાલે 1લી મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસને યાદગાર બનાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનો માટે જલસા સ્ટ્રીટ કાર્યક્રમનું ફરી એકવાર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાતના જાણીતા યુવા ગાયક કુશલ ગઢવી પોતાના અવાજથી ગાંધીનગરના મધ્યમાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનને ગજવશે. જલસા સ્ટ્રીટની થીમ પર ભાર મૂક્યો આવતીકાલે 1મે ના રોજ રાત્રે 8.30 કલાકે શહેરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવશે. ગુજરાત સ્થાપના દિવસના ઉત્સાહમાં વધારો કરવા માટે મહાનગરપાલિકાએ આ વખતે પણ જલસા સ્ટ્રીટની થીમ પર ભાર મૂક્યો છે. આ કાર્યક્રમ પાટનગરના પરિવારો માટે એક એવું પ્લેટફોર્મ બનશે જ્યાં તેઓ રાજ્યના સ્થાપના પર્વને ગીત, સંગીત અને આનંદ સાથે ઉજવી શકશે. હજારો ગાંધીનગરવાસીઓને ઝુમાવ્યા આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જાણીતા કલાકાર કુશલ ગઢવી રહેશે. કુશલ ગઢવી પોતાની એનર્જેટિક પર્ફોર્મન્સ શૈલી માટે જાણીતા છે. અગાઉ સ્પિરિટ ઓફ ગાંધીનગર કાર્યક્રમમાં તેમણે હજારો ગાંધીનગરવાસીઓને ઝુમાવ્યા હતા, ત્યારે ફરી એકવાર તેઓ પોતાના લોકપ્રિય ગીતોની રમઝટ બોલાવશે. યુવા પેઢીથી લઈને વડીલો સુધી સૌમાં તેમની લોકપ્રિયતાને જોતા આ કાર્યક્રમમાં જનમેદની ઉમટી પડવાની શક્યતા છે. કાર્યક્રમ નિ:શુલ્ક રાખવામાં આવ્યો હતો આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક કલાકારોને પ્લેટફોર્મ આપવાની પરંપરા આ વખતે પણ જળવાઈ રહી છે. આ કાર્યક્રમના પ્રારંભમાં ગાંધીનગરના જ ટેલેન્ટેડ બાળકલાકારોનું ગ્રુપ અર્બન મ્યુઝિશિયન પોતાની કલાનું પ્રદર્શન કરશે. આ ગ્રુપ વિવિધ વાદ્યો પર લોકપ્રિય ગીતોની ઇન્સ્ટ્રુમેન્ટલ રજૂઆત કરીને પ્રેક્ષકોને મંતમુગ્ધ કરશે. મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમને સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ઉનાળાની આ ગરમીમાં રાત્રિના સમયે ખુલ્લા મેદાનમાં સંગીતનો આનંદ માણવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ નગરજનોને સહપરિવાર ઉમટી પડવા ભાવભર્યું આમંત્રણ આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ‘તમારે રેલો હેઠો ઉતરી ગયો છે’:કુમાર કાકાએ ખીજાઈ ગયા; હાર પછી કોંગ્રેસના ગ્રુપમાં મેસેજ આવ્યો - ‘ચાવડા-સોલંકીને કાઢો’
    Next Article
    રાજનગર ચોકમાં સામસામે બે વાહન અથડાતા વૃદ્ધનું મોત:રાતના સમયે એસ્ટ્રોન ચોકમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરીએ જતા સમયે અકસ્માત સર્જાયો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment