Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એપસ્ટીન સાઉદી ક્રાઉન પ્રિન્સનો સલાહકાર બનવા માંગતો હતો:આઈલેન્ડ પર ‘મસ્જિદ’ બનાવી, તેમાં સોનાનો ગુંબજ, મક્કાથી કાપડ અને ઉઝબેકિસ્તાનની ટાઇલ્સ લગાવી

    2 days ago

    યૌન ગુનેગાર જેફ્રી એપસ્ટીન સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો સલાહકાર બનવા માંગતો હતો. તેણે મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં ઘણા વર્ષો સુધી પોતાના સંબંધો બનાવ્યા. તે એક તરફ બિઝનેસની તકો શોધી રહ્યો હતો, અને બીજી તરફ ઇસ્લામ સાથે સંબંધિત દુર્લભ અને ધાર્મિક વસ્તુઓ પણ ભેગી કરી રહ્યો હતો. તેણે આ વસ્તુઓનો પોતાના કેરેબિયન ટાપુ પર બનેલી એક વિવાદાસ્પદ ઇમારતને સજાવવામાં ઉપયોગ કર્યો, જેને તે ‘મસ્જિદ’ કહેતો હતો. તેણે મક્કાની કાબામાંથી કિસ્વા મંગાવી. કિસ્વા તે કપડું હોય છે જેના પર સોનાથી કુરાનની આયતો લખેલી હોય છે અને તેને કાબા પર ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત ઉઝબેકિસ્તાનની એક મસ્જિદમાંથી હાથથી બનેલી ટાઇલ્સ લાવવામાં આવી. સોનાનો ગુંબજ પણ બનાવવામાં આવ્યો, જેની ડિઝાઇન જૂના સીરિયાની ઇમારતો જેવી હતી. નોર્વેના રાજદૂત દ્વારા ખાસ લોકો સાથે સંપર્ક બનાવ્યો એપસ્ટીનનો હેતુ માત્ર ઇસ્લામિક વસ્તુઓ ભેગી કરવાનો ન હતો, પરંતુ શક્તિશાળી અને ધનિક લોકો સાથેના તેના સંબંધોને પણ મજબૂત કરવાનો હતો. નોર્વેના રાજદ્વારી ટેરજે રોડ-લાર્સન દ્વારા એપસ્ટીનને સાઉદી અરેબિયાના ખાસ લોકો સુધી પહોંચ મળી. આમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, સલાહકાર રાફત અલ સબ્બાગ અને શાહી સહયોગી અઝીઝા અલ અહમદીનો સમાવેશ થતો હતો. આ જ નેટવર્કની મદદથી તેને કાબા સાથે સંકળાયેલા ખાસ કપડાં પણ મળ્યા હતા. 2014ના એક ફોટોમાં એપસ્ટીન ન્યૂયોર્કમાં તેના ઘરની અંદર ફ્લોર પર પાથરેલા આવા જ એક કપડાને જોઈ રહ્યો છે. તેની સાથે અમીરાતના મોટા ઉદ્યોગપતિ સુલતાન અહેમદ બિન સુલયેમ પણ હાજર હતા. પાછળથી એપસ્ટીન સાથે સંકળાયેલા હોવાને કારણે તેમને નુકસાન ભોગવવું પડ્યું અને તેમને દુબઈની બંદર કંપની ડીપી વર્લ્ડના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવું પડ્યું. એપસ્ટીનને ઇસ્લામિક ડિઝાઇનમાં ખૂબ રસ હતો દસ્તાવેજોમાંથી તેના પ્રાઇવેટ આઇલેન્ડ લિટલ સેન્ટ જેમ્સ પર બનેલી એક રહસ્યમય ઇમારતનું સત્ય પણ સામે આવ્યું. પહેલાં તેને મ્યુઝિક રૂમ, મંડપ, ચેપલ અથવા કોઈ રહસ્યમય મંદિર કહેવામાં આવતું હતું, પરંતુ તેના ઈમેલ અને તેની સાથે કામ કરનાર કલાકારની વાતો પરથી જાણવા મળ્યું કે તે તેને ‘મસ્જિદ’ કહેતો હતો, જોકે, તેનો ઉપયોગ ક્યારેય ધાર્મિક ઈબાદત માટે થયો હોય તેવા કોઈ પુરાવા નથી. આ પ્રોજેક્ટ પર કામ કરનાર રોમાનિયન કલાકાર આયન નિકોલાએ પણ જણાવ્યું કે એપસ્ટીન તેને મસ્જિદ જ કહેતો હતો. એ પણ જાણવા મળ્યું કે આ મસ્જિદની દિવાલો અથવા ભાગો પર અરબી લખાણ (જેમ કે અલ્લાહ) લખવાનો પ્લાન હતો. એક ઈમેલમાં એપસ્ટીને તો ત્યાં સુધી સૂચવ્યું હતું કે ‘અલ્લાહ’ લખેલા અરબી શબ્દોની જગ્યાએ તેના પોતાના નામનાં અક્ષરો J અને E લખી દેવામાં આવે. રેકોર્ડ પરથી એ પણ જાણવા મળે છે કે એપસ્ટીનને ઇસ્લામિક ડિઝાઇનમાં ઘણો રસ હતો. 2003- તેણે કહ્યું હતું કે તેની પાસે ખૂબ મોટો ફારસી ગાલીચો છે જે કદાચ કોઈ મસ્જિદમાંથી આવ્યો હશે. 2008- જ્યારે તે જેલમાં હતો, ત્યારે પણ તેણે તેના ટાપુ પર એક હમામ (તુર્કી સ્નાનગૃહ) અને ઇસ્લામિક શૈલીના બગીચા બનાવવાની યોજના બનાવી હતી. 2009- જેલમાંથી બહાર આવતા પહેલા તેણે આર્કિટેક્ટ્સને આ ડિઝાઇન તૈયાર કરવા કહ્યું હતું. 2011- તેણે ઉઝબેકિસ્તાનના એક સંપર્કને લખ્યું કે તેને એવી અસલી ટાઇલ્સ જોઈએ છે જે મસ્જિદની અંદરની દિવાલો જેવી હોય. 2013- તેણે સીરિયાના અલેપ્પોમાં બનેલા 15મી સદીના યાલબુગા હમામનો ફોટો મોકલીને કહ્યું કે તેવી જ ડિઝાઇન બનાવવામાં આવે, જેમાં સોનેરી ગુંબજ, કમાનો અને ખાસ પ્રકારની દિવાલો હોય. એપસ્ટીન પોતાને ઈમેલ કરીને ડિઝાઇન આઈડિયા મોકલતો હતો, જેમાં જૂના મિડલ ઈસ્ટની મસ્જિદોની તસવીરો સામેલ હતી. એપસ્ટીન ક્રાઉન પ્રિન્સનો સલાહકાર બનવા માંગતો હતો લગભગ 2010ની આસપાસ, એપસ્ટીનની મિત્રતા નોર્વેના રાજદ્વારી ટેરજે રોડ-લાર્સન સાથે થઈ. બંને વચ્ચે બિઝનેસ અને આંતરરાષ્ટ્રીય બાબતો પર સતત વાતચીત થતી રહેતી હતી. 2016 દરમિયાન તેમની વાતચીતમાં સાઉદી અરેબિયા વધુ આવવા લાગ્યું, કારણ કે તે સમયે મોહમ્મદ બિન સલમાન દેશની તેલ કંપની અરામકોને શેરબજારમાં લાવવાની તૈયારી કરી રહ્યા હતા. એપસ્ટીન ઈચ્છતો હતો કે તે તેમનો નાણાકીય સલાહકાર બને. રોડ-લાર્સને તેની મુલાકાત રાફત અલ સબ્બાગ (શાહી સલાહકાર) અને અઝીઝા અલ અહમદી (શાહી સહયોગી) સાથે કરાવી. તેમના દ્વારા એપસ્ટીને ક્રાઉન પ્રિન્સ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. તેણે ન્યૂયોર્કમાં તેમની સાથે મુલાકાત કરી અને પ્રિન્સને સીધા મળીને પોતાના અલગ પ્રકારના વિચારો રજૂ કરવા માંગ્યું, જેમ કે મુસ્લિમો માટે ‘શરિયા’ નામની નવી કરન્સી બનાવવી. પછી તેને સાઉદી અરેબિયા આવવાનું આમંત્રણ મળ્યું. અઝીઝા અલ અહમદીએ એપસ્ટીનને કહ્યું કે જ્યારે તે સાઉદી અરેબિયાના દૂતાવાસ જાય, તો ત્યાંના અધિકારીઓને એમ કહે કે તેને ખુદ મોહમ્મદ બિન સલમાને બોલાવ્યા છે. સાઉદી પહોંચ્યા પછી એપસ્ટીને રોડ-લાર્સનને પોતાની અને પ્રિન્સની બે તસવીરો મોકલી, જેને પછીથી તેણે પોતાના ઘરમાં પણ લગાવી. 2017ની શરૂઆતમાં અઝીઝા અલ અહમદી અને એપસ્ટીન ન્યૂયોર્કમાં મળ્યા. તે સમયે તેમની નીચે કામ કરતા લોકો એકબીજા સાથે ઇમેઇલ કે મેસેજ દ્વારા વાત કરી રહ્યા હતા. તેઓ નક્કી કરી રહ્યા હતા કે સાઉદી અરેબિયાથી કેટલીક વસ્તુઓ જેવી કે એક તંબુ અને અન્ય ચીજો એપસ્ટીનના પ્રાઈવેટ આઈલેન્ડ પર મોકલવામાં આવે. એપસ્ટીનના સ્ટાફે એક કસ્ટમ એજન્ટને કહ્યું કે તેમને કાબામાંથી 3 કપડાં મળી રહ્યા છે. એક જે કાબાની અંદર ઉપયોગમાં લેવાયું હતું. બીજું કિસ્વા જે બહાર ઢંકાયેલું રહે છે, અને ત્રીજું તે જ ખાસ ફેક્ટરીમાં બનેલું હતું કિસ્વાનું ખૂબ જ ધાર્મિક મહત્વ હોય છે. તેને દર વર્ષે સેંકડો કારીગરો બનાવે છે. તેમાં લગભગ 700 કિલો રેશમ અને 115 કિલો સોના-ચાંદીના તારનો ઉપયોગ થાય છે. તેની કિંમત લગભગ 50 લાખ ડોલર હોય છે. જ્યારે તેને બદલવામાં આવે છે, ત્યારે તેના ટુકડા ખાસ સંસ્થાઓ અથવા સન્માનિત લોકોને આપી દેવામાં આવે છે. અઝીઝા અલ અહમદીએ એક ઈમેલમાં લખ્યું કે જે કાળું કપડું મોકલવામાં આવ્યું છે, તેને ઓછામાં ઓછા 1 કરોડ મુસલમાનો સ્પર્શી ચૂક્યા છે. લોકો કાબાના સાત ચક્કર લગાવે છે અને આ કપડાને સ્પર્શીને પોતાની દુઆઓ અને આશાઓ જોડે છે. તે સ્પષ્ટ નથી કે આ વસ્તુઓ તેમને કેવી રીતે મળી. આ અંગે ન તો તેણે અને ન તો સાઉદી સરકારે કોઈ જવાબ આપ્યો. સલાહકાર ન બની શકવાને કારણે એપસ્ટીન નારાજ થયો હતો 2017માં હરિકેન મારિયા વાવાઝોડું આવ્યું, જેના કારણે એપસ્ટીનના ટાપુ પર ઘણું નુકસાન થયું અને તેની મસ્જિદમાં રાખેલી કેટલીક વસ્તુઓ તૂટી ગઈ અથવા ખરાબ થઈ ગઈ. આ દરમિયાન બીજી એક સમસ્યા ઊભી થઈ. મોહમ્મદ બિન સલમાન ક્રાઉન પ્રિન્સ બન્યા અને તેમણે એપસ્ટીનની સલાહને અવગણી, જેના કારણે તે નારાજ થયો. તેણે એક મેસેજમાં લખ્યું કે “જો મારી સલાહ માની હોત તો સાઉદીને આટલી મોંઘી મદદની જરૂર ન પડત.” જોકે, તે કયા ખર્ચની વાત કરી રહ્યો હતો તે સ્પષ્ટ થયું નથી. 2018માં જ્યારે પત્રકાર જમાલ ખશોગીની ઇસ્તંબુલમાં હત્યા થઈ, ત્યારે એપસ્ટીને આ વિશે પણ રોડ-લાર્સન સાથે વાત કરી. રોડ-લાર્સને જવાબ આપ્યો, “તેમના માથા પર એક કાળો પડછાયો છે, અને તે હટવાનો નથી.” આ વાત જલ્દી જ એપસ્ટીન પર પણ સાચી સાબિત થઈ. થોડા સમય પછી તેનો એક જૂનો કેસ (2008) ફરીથી ખુલ્યો અને તેનું પતન શરૂ થઈ ગયું. જુલાઈ 2019 માં તેની ફરીથી ધરપકડ કરવામાં આવી. 8 ઓગસ્ટના રોજ આઈલેન્ડનો માલિકી હક એક ટ્રસ્ટને સોંપવામાં આવ્યો. 10 ઓગસ્ટના રોજ મેનહટનની જેલમાં તેણે કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.
    Click here to Read More
    Previous Article
    BSEAP AP 10th SSC Results: How to download marks memo?
    Next Article
    ‘તમારે રેલો હેઠો ઉતરી ગયો છે’:કુમાર કાકાએ ખીજાઈ ગયા; હાર પછી કોંગ્રેસના ગ્રુપમાં મેસેજ આવ્યો - ‘ચાવડા-સોલંકીને કાઢો’

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment