Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રભરમાં સોની વેપારીઓ સાથે છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઇ:ઉપલેટાના ઢાંકમાં વેપારીની નજર ચૂકવી સોનાની વિંટી સેરવી નકલી વિંટી રાખી નાસી છૂટ્યા'તા, બે મહિલા અને એક સગીર સહિત પાંચની ધરપકડ

    12 hours ago

    સોના-ચાંદીના વેપારીઓને છેતરીને અસલી દાગીનાની જગ્યાએ નકલી ઘરેણાં પધરાવી દેતી એક ગેંગને રાજકોટના ભાયાવદર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. પોલીસે બે મહિલા અને એક સગીર સહિત કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી ₹5.01 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. શું હતી સમગ્ર ઘટના? ઉપલેટાના ઢાંક ગામે આવેલી 'વારાહી જ્વેલર્સ'માં ગત 28 એપ્રિલના રોજ ત્રણ મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી. તેઓએ પોતાની ખોટી ઓળખ આપી વેપારી તુષારભાઈ પાસે સોનાની વીંટી અને બુટ્ટી જોવાની માંગણી કરી હતી. વેપારી જ્યારે અન્ય ઘરેણાં બતાવવામાં વ્યસ્ત હતા, ત્યારે આ મહિલાઓએ નજર ચૂકવી બોક્સમાંથી અસલી સોનાની વીંટી કાઢી તેની જગ્યાએ ધાતુની નકલી વીંટી મૂકી દીધી હતી અને ત્યાંથી નાસી છૂટી હતી. પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ ASP સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ પોલીસે CCTV ફૂટેજ અને ટેક્નિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ ગેંગને દબોચી લેવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં પ્રવિણ કાન્તી જખવાડીયા, કિશન જીતેન્દ્ર મેટાળીયા, રૂપાબેન જયેશ ડાભી, સવીતાબેન હકા ભોજવીયા અને એક સગીરનો સમાવેશ થાય છે. પોલીસે 70 હજારની 2 સોનાની વીંટી, એક બોલેરો ગાડી અને 4 મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. શું હતી મોડસ ઓપરેન્ડી? આ ટોળકીની કામ કરવાની રીત (Modus Operandi) ખૂબ જ ચાલાકીભરી હતી. તેઓ દુકાનમાં ખરીદીના બહાને ઘૂસીને અસલી ઘરેણાં સાથે નકલી ઘરેણાંની અદલાબદલી કરી લેતા હતા. પોલીસ પૂછપરછમાં આ ગેંગે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં કરેલી ચોરીઓની પણ કબૂલાત કરી છે. ગુનાહિત ઇતિહાસ પોરબંદરમાં બે મહિના પહેલા સોની બજારમાં છેતરપિંડી કરી હતી. બાંટવામાં પણ 25 દિવસ પહેલા છેતરપિંડી કરી હતી. તો મીઠાપુરમાં 20 દિવસ પહેલા સોનીની દુકાનમાં હાથફેરો કર્યો હતો. અને પ્રાચી અને તાલાલામાં પણ બે મહિના પહેલા ત્રણ અલગ-અલગ સ્થળોએ છેતરપિંડી આચરી હતી. હાલ ભાયાવદર પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નવી રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર:ભારતમાં ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા દરેક બાળકને આજીવન મફતમાં ઇન્સ્યુલિન મળશે
    Next Article
    Gujarat Weather Updates | રાજ્યમાં હજુ પણ 40 ડિગ્રીથી વધુ ગરમી યથાવત | Heatwave | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment