Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનમાં 'ઓપરેશન ધુરંધર' ચાલુ:જૈશ-એ-મોહમ્મદનો ટોચનો કમાન્ડર મૌલાના સલમાન અઝહર ખતમ; બે દિવસમાં બે કમાન્ડર માર્યા ગયા

    4 days ago

    પાકિસ્તાનના બહાવલપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ- તૈયબા અને જૈશ-એ- મોહમ્મદના ટોચના કમાન્ડર મૌલાના સલમાન અઝહરનું શંકાસ્પદ મોત થયું છે. શરૂઆતના રિપોર્ટ મુજબ સલમાન અઝહરનું મોત અકસ્માતે થયું. તે બહાવલપુરમાં તેના સંગઠનના માણસો સાથે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારે તેને ઊડાડી દીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે મૌલાના સલમાન અઝહરનું સ્થળ પર જ મોત થયું. માનવામાં આવે છે કે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર પછી પણ 'ઓપરેશન ધુરંધર' ચાલી રહ્યું છે અને આ તેનો જ ભાગ હોઈ શકે છે. જૈશના નવેસરથી ઊભા માળખાંને પણ નષ્ટ કરવામાં આવી રહ્યું છે. બે દિવસ પહેલાં 27 એપ્રિલે ખૈબર પખ્તુનખ્વાહના જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર યુસુફ આફરીદીને ગોળીઓ મારીને શરીર ચારણી કરી દેવામાં આવ્યું હતું. આ બંને ઘટના નવી નથી. પહેલગામ હુમલા પછી 11 આતંકીઓ માર્યા ગયા છે અને તેના કારણે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાયા હચમચી ગયા છે. જોકે પાકિસ્તાન સરકાર જૈશે આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરી નથી. મસૂદ અઝહરનો જમણો હાથ હતો સલમાન અઝહર મૌલાના સલમાન અઝહરને લશ્કર-એ- તૈયબા અને જૈશ-એ-મોહમ્મદમાં ટોચનો કમાન્ડર હતો. જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મસૂદ અઝહરનો જમણો હાથ હતો. તેમણે સંગઠનની પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારત વિરોધી ભડકાઉ ભાષણો આપ્યા કરતો. મસૂદ અઝહરે બનાવેલા સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ- તૈયબા લાંબા સમયથી ભારતમાં ઘણા મોટા આતંકવાદી હુમલાઓ કરતું આવ્યું છે. જેમાં 2001માં સંસદ પર હુમલો, 2019માં પુલવામા આત્મઘાતી હુમલો અને 2025માં પહેલગામ હુમલાનો સમાવેશ થાય છે. મૌલાના સલમાન અઝહર મસૂદ અઝહરનો નજીકનો સંબંધી હોવાનું કહેવાય છે.ભારત પર થયેલા તમામ હુમલાનો પ્લાન અને તેનું ડિટેઈંગ સલમાન અઝહર કરતો હતો. પાકિસ્તાનના બેરોજગાર યુવાનોનું બ્રેઈન વોશ કરીને આતંકી ટ્રેનિંગ આપતો અને જમ્મુ-કાશ્મીરમાં એન્ટર કરાવતો. રિપોર્ટ અનુસાર, મૌલાના સલમાન અઝહરના અંતિમ સંસ્કાર 29 એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યે બહાવલપુરના મરકઝ સુભાનલ્લાહ ખાતે થયા હતા. જેમાં મોટી સંખ્યામાં જૈશના આતંકી હાજર હતા. આ ઘટના બાદ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ આ વિસ્તારમાં થતી એક્ટિવિટી પર નજીકથી નજર રાખી રહી છે. શું પાકિસ્તાનમાં ‘ઓપરેશન ધુરંધર’ ચાલી રહ્યું છે? પાકિસ્તાનમાં ઘણા દિવસથી એક પછી એક આતંકીઓનો સફાયો થઈ રહ્યો છે. દરેકમાં મોડેસ ઓપરેન્ડી છે. બુકાનીધારી બાઈક સવાર આવે, જૈશ કે લશ્કર- એ-તૈયબાના આતંકીના ટોચના કમાન્ડરને મારીને જતા રહે. હુમલાખોરો નજીકથી પોઈન્ટ બ્લેન્ક રેન્જથી મારે છે. તપાસ બહુ થઈ પણ કોઈ કડી મળી નથી. પાકિસ્તાનમાં આતંકીઓનું સાયલન્ટ કિલિંગ થઈ રહ્યું છે. પણ હુમલાખોર કોઈ કડી છોડતા નથી એટલે ટ્રેઈન્ડ હોવાનું અનુમાન છે. પાકિસ્તાનમાં તો એવી ચર્ચા ચાલી રહી છે કે ભારત જ ઓપરેશન ધુરંધર ચલાવી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં, પહેલગામ હુમલા પછી લશ્કર-એ- તૈયબા અને જૈશ-એ- મોહમ્મદના ટોચના 10 કમાન્ડરોને વીણી વીણીને મારવામાં આવ્યા છે. અહેવાલો સૂચવે છે કે ફક્ત 2026 ની શરૂઆતથી અનેક પ્રદેશોમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા આવા 30 થી વધુ વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાઓ લાહોર, કરાચી, પંજાબ, સિંધ, બલુચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા સહિતના શહેરો અને પ્રાંતોમાંથી નોંધાઈ છે. આમાંના ઘણા કિસ્સાઓમાં હુમલાખોરો સ્પષ્ટ પુરાવા છોડ્યા વિના હુમલો કરીને ગાયબ થઈ ગયા. લશ્કર અને જૈશે બે દિવસમાં ટોચના બે કમાન્ડર ગુમાવ્યા 27 એપ્રિલે અજાણ્યા હુમલાખોરોએ લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર શેખ યુસુફ આફરિદીની હત્યા કર્યાના બે દિવસ પછી 29 એપ્રિલે (બુધવારે) સલમાન અઝહરનું મોત થયું છે. શેખ યુસુફ આફરિદી ખૈબર પખ્તુનખ્વામાં લશ્કર-એ-તૈયબા અને જૈશનો કમાન્ડર હતો અને ત્યાં તેની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શેખ યુસુફ આફરિદીની હત્યા "ધુરંધર" સ્ટાઈલમાં કરવામાં આવી હતી. તેમને અનેક ગોળીઓ વાગી હતી, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ત્યારબાદ હુમલાખોરો પહાડી વિસ્તારમાં ગાયબ થઈ ગયા હતા. જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનો સાથે સંકળાયેલા ટોચના કમાન્ડરોના શંકાસ્પદ મૃત્યુ અને હુમલાઓ લોકલ સુરક્ષા એજન્સીઓ માટે તપાસનો વિષય છે. હાલમાં આ ઘટનાઓ પર પાકિસ્તાન સરકાર કે કોઈપણ આંતરરાષ્ટ્રીય એજન્સી તરફથી કોઈ સ્પષ્ટ અને સત્તાવાર નિવેદન આવ્યું નથી. દક્ષિણ એશિયામાં સુરક્ષા પરિસ્થિતિના સંદર્ભમાં આ ઘટનાઓને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષા માળખા પર સીધી અસર કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    Exit Poll 2026 LIVE : पश्चिम बंगाल, असम, केरल और तमिलनाडु में किसकी बन सकती है सरकार | bjp vs tmc
    Next Article
    રાહુલ ગાંધીએ કહ્યું-VIP કલ્ચર છોડીને જનતા સાથે સંવાદ કરો:પંજાબ, JK અને હિમાચલ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને ટ્રેનિંગ આપી, સંગઠનને મજબૂત બનાવવાની ટિપ્સ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment