Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાના આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન:પોલીસે કાળઝાળ ગરમીમાં ઉઘાડા પગે અડધા કિલોમીટર સુધી ચલાવ્યા

    8 hours ago

    મહેસાણા શહેરના વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવારના ભાણાની ચકચારી હત્યાના મામલે પોલીસ આરોપીઓને લઈ ઘટનાસ્થળે પહોંચી હતી. હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓને આજે તપાસના ભાગરૂપે તાવડિયા ચોકડી ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં હત્યા નિપજાવવામાં આવી હતી તે સ્થળે પોલીસે સમગ્ર ઘટનાનું ઝીણવટભર્યું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. અને કાળઝાળ ગરમી વચ્ચે આરોપીઓને ઉઘાડા પગે અડધા કિલોમીટર સુધી ચલાવ્યા હતા. ભરબપોરે ઉઘાડા પગે આરોપીઓની પરેડ પોલીસે ગુનેગારોમાં કાયદાનો ભય બેસાડવા માટે આક્રમક વલણ અપનાવ્યું હતું. વિસનગર લિંક રોડ પર અડધા કિલોમીટર સુધી આરોપીઓને ચલાવવામાં આવ્યા. કાળઝાળ ગરમી વચ્ચે આરોપીઓનો ઉઘાડા પગે ચલાવવામાં આવ્યા હતા. ધોમધખતા તાપમાં પોલીસની આ કડક કાર્યવાહી જોઈને અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. લોકોના ટોળેટોળા ઉમટ્યા પોલીસની આ કાર્યવાહી જોવા માટે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ભીડને જોતા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દ્વારા મહેસાણા પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં અને સમાજમાં શાંતિ જાળવવા માટે કાયદાનું શાસન સર્વોપરી રહેશે. આ પણ વાંચો: મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાનો ભેદ ઉકેલાયો:કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિતનાને પોલીસે રાજસ્થાન-યુપીથી દબોચ્યા મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય દુશ્મનાવટે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણા મિતેન ચૌધરીની ઘાતકી હત્યાના મામલે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી રાજસ્થાના અને ઉત્તરપ્રદેશમાંથી મુખ્ય સૂત્રધાર સહિત તમામ આરોપીઓને દબોચી લીધા છે. સત્તાની લાલચ અને રાજકીય દુશ્મનીને કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    કન્ડમ જીપમાંથી મળેલા મનપાના જૂના રેકર્ડના પોટલાનો મામલો:તપાસમાં રૂપમચોક રેકર્ડ રૂમમાંથી તાળા તોડી ચોરી થયાનો ખુલાસો, ગંગાજળિયા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો
    Next Article
    Video: Man And His Son Survive As Train Passes Over Them In Bangladesh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment