Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસ્તા પર નીતુ કપૂર અને રણબીરે ડાન્સ કર્યો:સાથે પોઝ પણ આપ્યો, માતાએ લાડલાને રાહાની જેમ લાડ લડાવ્યા, ગળે લગાવી કિસ કરી

    9 hours ago

    એક્ટ્રેસ નીતુ કપૂર અને તેમનો દીકરો રણબીર કપૂર બુધવારે પાપારાઝી સામે ડાન્સ સ્ટેપ્સ કરતા જોવા મળ્યા. આ વીડિયોમાં બંને પાપારાઝીને પોઝ આપતા અને ડાન્સ સ્ટેપ્સ પણ કરતા દેખાયા. નીતુએ દીકરાને ગળે લગાવ્યો અને તેના ગાલ પર પ્રેમથી કિસ કરી. આ દરમિયાન રણબીર કપૂર બ્લુ ડેનિમ જીન્સ અને લેમન કલરના શર્ટમાં જોવા મળ્યા, જ્યારે નીતુ કપૂર ડેનિમ જીન્સ, વ્હાઇટ-બ્લુ શર્ટ અને બ્લેઝરમાં જોવા મળ્યા. બંનેના આ અંદાજ પર યુઝર્સે પ્રતિક્રિયા આપતા તેમની જોડી અને બોન્ડિંગની પ્રશંસા કરી છે. નીતુ કપૂર ફિલ્મ ‘દાદી કી શાદી’માં જોવા મળશે નીતુ કપૂર (નીતુ સિંહ) 70 અને 80ના દાયકાની જાણીતી એક્ટ્રેસ રહ્યા છે અને તેમણે ‘અમર અકબર એન્થોની’, ‘દીવાર’ અને ‘ધર્મવીર’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. 67 વર્ષની ઉંમરે પણ તેઓ ફિલ્મોમાં સક્રિય છે. ટૂંક સમયમાં તેઓ ફિલ્મ ‘દાદી કી શાદી’માં જોવા મળશે, જે 8 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેઓ કપિલ શર્મા સાથે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મથી નીતુ સિંહની દીકરી રિદ્ધિમા કપૂર સાહની પણ પોતાનો એક્ટિંગ ડેબ્યૂ કરી રહી છે. રણબીર કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવતા જોવા મળશે અને આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે. ઉપરાંત, તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ સાથે જોવા મળશે. આ ફિલ્મ 21 જાન્યુઆરી 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
    Click here to Read More
    Previous Article
    West Bengal 2026 Exit Poll LIVE : बंपर वोटिंग के बाद किसकी बनेगी सरकार? जानिए EXIT POLL
    Next Article
    સુપ્રીમ કોર્ટમાં હેટ સ્પીચ સંબંધિત અરજીઓ ફગાવાઈ:બેન્ચે કહ્યું- અમે સંસદને કાયદો બનાવવા માટે મજબૂર કરી શકીએ નહીં

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment