Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસાવદરના ભૂતડીમાં દલિતોના બહિષ્કાર મામલે સરકાર એક્શનમાં:આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને રિપોર્ટ રજૂ કરવા સૂચના, પીડિત પરિવારને સુરક્ષા આપવા અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ

    1 week ago

    જૂનાગઢના વિસાવદર તાલુકાના ભુતડી ગામમાં અનુસૂચિત જાતિના લોકોના સામાજિક અને આર્થિક બહિષ્કારના ગંભીર મામલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન થયેલા ભેદભાવ અને તેના અનુસંધાને ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરવા તંત્રને આદેશ આપવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ થયાનો આક્ષેપ મળતી માહિતી મુજબ, ગામમાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનુસૂચિત જાતિના લોકો સાથે જાતિ આધારિત ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ ઘટનાના કારણે ગામમાં તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. ત્યારબાદ કેટલાક લોકો દ્વારા દલિત સમાજના સામાજિક અને આર્થિક બહિષ્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓની ધરપકડ કરવા એસપીને સૂચના આ મામલે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને સરકાર દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામકને પત્ર લખી તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ પીડિત પરિવારને પોલીસ સુરક્ષા આપવા અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તેમજ ઉચ્ચ સ્તરની તપાસ હાથ ધરવા આદેશ અપાયો છે. સરકારે વધુમાં જણાવ્યું છે કે, ઘટનાની હકીકતલક્ષી અને વિગતવાર અહેવાલ તાત્કાલિક ધોરણે રજૂ કરવામાં આવે. રાજ્યમાં સામાજિક સમરસતા જળવાઈ રહે તે માટે આવા બનાવોને લઈને શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી તેજ બનાવી દેવામાં આવી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો: વિસાવદરના ભૂતડીમાં દલિતો સાથે ભેદભાવનો આક્ષેપ:મંદિરના મહોત્સવમાં જમવા માટે ઘરેથી થાળી-વાટકો લાવવા ફરમાન કરતા 5 સામે એટ્રોસિટી, ધરપકડ ન થાય તો એસપીને આવેદનપત્ર અપાશે આઝાદીના દાયકાઓ બાદ પણ સમાજમાં આભડછેટ અને જ્ઞાતિવાદની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે જૂનાગઢના વિસાવદરના ભૂતડી ગામમાંથી પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં રામજી મંદિરના જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. જેના કારણે સ્થાનિક દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    શિકારી સાવજનો 37 સેકન્ડનો અદભૂત VIDEO:એક જ છલાંગમાં ગાયને પછાડી દીધી; ગામની શેરીમાં શાહી મીજબાની માણી, ખાંભાના ઈંગોરાળાના કાળજું કંપવાતા CCTV
    Next Article
    Congress Party In Opposition | માત્ર થોડા શહેરોમાં જ કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ મળવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment