Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતી રીવરફ્રન્ટમાંથી મળેલી લાશમાં હત્યાનો ઘટસ્ફોટ:રાંધેજાના યુવક પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરીને નદીમાં ફેંકી દીધો, ચહેરો ખરડાયેલો… શરીર પર ઘાથી મર્ડર મિસ્ટ્રી સોલ્વ

    8 hours ago

    અમદાવાદના સાબરમતી નદીમાં થોડા દિવસ પહેલા મળેલી બિનવારસી લાશના કેસમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં અજાણ્યા યુવકની લાશ મળતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો તો પરંતુ આ કેસ હવે હત્યામાં ફેરવાયો છે. યુવક પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરીને નદીમાં ફેંકી દીધો હતો, ચહેરો ખરડાયેલો… શરીર પર ઘાથી મર્ડર મિસ્ટ્રી પોલીસે સોલ્વ કરી. મૃતકની ઓળખ ગાંધીનગર જિલ્લાના રાધેજા ગામના પ્રજાપતીવાસમાં રહેતા ધવલ સોમાભાઈ રાવળ તરીકે થઈ છે. આ મામલે તેના પિતા સોમાભાઈ રાવળે સાબરમતી રીવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. ભાગોળે બેસવા ગયો અને ઘરે પરત ન ફર્યો મળતી માહિતી મુજબ, 66 વર્ષીય સોમાભાઈ રાવળ મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ગામના વતની છે અને હાલમાં રાધેજા ગામમાં રહે છે. તેઓ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમાભાઈને બે પુત્ર અને પાંચ પુત્રીઓ છે. તેમના મોટા પુત્ર મહેશને આંખની ગંભીર તકલીફ હોવાથી તેને દેખાતું નથી, જ્યારે નાના પુત્ર ધવલે વર્ષ 2017માં ગુલાબ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. દંપતીને પાંચ વર્ષનો એક પુત્ર છે. જોકે, પારિવારિક મતભેદોને કારણે ધવલની પત્ની છેલ્લા દોઢ વર્ષથી પીયરમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાઈ ગુમશુદગીથી શરૂ થયેલી ઘટના થોડા દિવસ પહેલાં સોમાભાઈ રોજની જેમ રિક્ષા લઈને કામ પર નીકળ્યા હતા. તે સમયે તેમના બંને પુત્ર મહેશ અને ધવલ ઘરે હાજર હતા. રાત્રે ઘરે પરત ફર્યા બાદ સોમાભાઈએ ધવલ અંગે પૂછપરછ કરતા મહેશે જણાવ્યું કે, ધવલ ભાગોળે બેસવા માટે ગયો છે. પરંતુ મોડીરાત સુધી ધવલ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. સોમાભાઈએ પોતાના સગા-સંબંધીઓ તથા ઓળખીતાઓ પાસે ધવલ અંગે પૂછપરછ કરી હતી, છતાં કોઈ માહિતી મળી નહોતી. અંતે તેમણે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ધવલ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. રીવરફ્રન્ટમાંથી મળેલી લાશમાં હત્યાનો ઘટસ્ફોટ સાબરમતી રીવરફ્રન્ટ કિનારેથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. ચહેરો ખરડાયેલો… શરીર પર ઘા, અને સૌથી અજીબ હાથ, બાવડા અને શરીરના ભાગોમાં લખાયેલા નામો D, DG, ભાવેશ, ધવલ લખ્યુ હતું. આ સાથે જ હાથમાં બાંધેલો લાલ દોરો. આ બધું પોલીસ માટે મહત્વના ક્લૂ બન્યા જેથી તેની ઓળખ થઈ શકે દરમિયાનમાં સોમાભાઈએ પણ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ કરી હતી. DNA ટેસ્ટ અને મૃતક ધવલની ઓળખ થઈ પોલીસે સોમાભાઈને લાશનો ફોટો બતાવતા તેમને પોતાના પુત્ર હોવાની શંકા ગઈ કે શું આ મારો ધવલ છે? પરંતુ ખાતરી માટે DNA ટેસ્ટ કરવામાં આવ્યો. રિપોર્ટ આવ્યા બાદ પુષ્ટિ થઈ કે રીવરફ્રન્ટ પરથી મળેલી લાશ ધવલની જ હતી. માથા અને ચહેરા પર તીક્ષ્ણ હથિયારોથી હુમલાનો રિપોર્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ ધવલની હત્યા અત્યંત નિર્દયતાથી કરવામાં આવી હતી. તેના માથા અને ચહેરા પર બોથડ તથા તીક્ષ્ણ હથિયારોથી વારંવાર હુમલો કરવામાં આવ્યો હતો. હત્યા કર્યા બાદ આરોપીઓએ લાશને નદીમાં ફેંકી દીધી હતી જેથી પુરાવા નષ્ટ થઈ જાય અને ઓળખ છુપાઈ રહે. અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો આ સમગ્ર મામલે સાબરમતી રીવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલમાં હત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પારિવારિક વિવાદ, અંગત અદાવત અથવા અન્ય કોઈ કારણને ધ્યાનમાં રાખીને પોલીસ વિવિધ એંગલથી તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ખાતામાં 1.53 કરોડ રૂપિયા દેખાયા, પણ ઉપાડી ન શક્યા:વડોદરાના સિનિયર સિટીઝનને પહેલા સેબીના બનાવટી દસ્તાવેજો મોકલી વિશ્વાસમાં લીધા શેરબજારમાં રોકાણ કરાવી સાયબર ઠગોએ રૂ.1 કરોડ પડાવ્યા
    Next Article
    Akshay Kumar’s Kesari set caught fire, team watched it burn for 2 hours: ‘No safety measures’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment