Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુકલતીર્થમાં મકાનમાં આગ લાગી, ઘરવખરી બળીને ખાખ:સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

    8 hours ago

    ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામના પરમાર ફળિયામાં આજે વહેલી સવારે એક મકાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં મકાનની સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, પરમાર ફળિયામાં રહેતા સુભાષભાઈના ઘરે વહેલી સવારે ભગવાન માતાજીના સ્થાન પાસે દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. સુભાષભાઈ પોતાના ધંધા-રોજગાર માટે બહાર ગયા બાદ દીપમાંથી નીકળેલી જ્વાળાના કારણે મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, આગના કારણે મકાનમાં રહેલી તમામ ઘરવખરી બળીને નષ્ટ થઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને સ્થાનિકોએ રાહત અનુભવી હતી. ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    તબીબ પર હુમલાના વિરોધમાં અચોક્કસ મુદ્દતની હડતાળ:સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોનું વિરોધ પ્રદર્શન, મધ્યથી કરવા કલેક્ટર અને જોઈન્ટ સીપી દોડી આવ્યા
    Next Article
    3 Children, Aged 8 To 10, Drown In Pond At Golf Course In Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment