Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડછ પાસે ચાલુ ઇકો કારમાં અચાનક આગ લાગી:શોર્ટ સર્કિટથી કાર બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ

    8 hours ago

    કડછ ગામ નજીક ચાલુ ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, કડછ ગામની એક ઇકો કાર ગામમાંથી બહાર જઈ રહી હતી. તે દરમિયાન રસ્તામાં અચાનક શોર્ટ સર્કિટ થતાં કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ધુમાડા જોઈને સતર્ક થયેલા ડ્રાઈવરે તાત્કાલિક કાર ઊભી રાખી દીધી હતી અને તેમાંથી બહાર નીકળી ગયો હતો. ડ્રાઈવર બહાર નીકળ્યાની ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આગની ભીષણતા એટલી હતી કે આસપાસના વિસ્તારમાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેના કારણે રસ્તેથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આ વાહનમાં ડ્રાઈવર સિવાય અન્ય કોઈ મુસાફરો સવાર ન હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરતના આંગણે દિલ્હીના રાજપથ જેવી ભવ્યતા:કચ્છી પોશાકમાં તલવારબાજી-સાધુના વેશમાં સ્ટંટ; ગુજરાત ગૌરવ દિવસની પોલીસ પરેડ-ટેબ્લોનું રિહર્સલ
    Next Article
    Vinod Kambli Back At Wankhede Stadium During IPL 2026. Internet Says, "Came To Support Sachin Tendulkar's MI"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment