Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લૂંટ આચરનાર ઝડપાયો:મોરબીમાં લિફ્ટ માગવાના બહાને વેપારીને ‎છરી બતાવી લૂંટનાર શખ્સ પકડાયો‎

    7 hours ago

    મોરબી શહેરના નવલખી રોડ પર રહેતા એક મોબાઈલ વેપારીને બાઇકમાં લિફ્ટ આપવી ભારે પડી હતી, જેમાં અજાણ્યા શખ્સોએ છરીની અણીએ લૂંટ ચલાવી હોવાનો બનાવ બન્યો હતો. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આ ગુનામાં સંડોવાયેલા કુલદિપસિંગ ઉર્ફે કાલીને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી લૂંટમાં ગયેલું મોટરસાયકલ અને 10 હજારની રોકડ રકમ પણ કબજે કરી હતી. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ જ આરોપીએ લૂંટની ઘટનાના બે દિવસ બાદ એક પાનની દુકાનમાંથી પણ નજર ચૂકવીને ચોરી કરી હતી. નવલખી રોડ પર યમુનાનગર-2 માં રહેતા મૂળ રાજસ્થાનના મોબાઈલ વેપારી ભુરારામ ચૌધરી પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ લિફ્ટ માંગી હતી. ત્યારબાદ વેપારીને અંધારાવાળી ગલીમાં લઈ જઈ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. અને મોટરસાયકલ, રોકડ લૂંટીને નાસી છૂટ્યા હતા. પીઆઈ વાય.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ હાથ ધરી રણછોડનગર વિસ્તારમાં રહેતા કુલદિપસિંગ ઉર્ફે કાલી ધવલસિંગ ખીચીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી બાઇક અને ગુનામાં વપરાયેલી છરી મળી આવી હતી. આરોપી અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. આરોપીએ પાનની દુકાનમાંથી 30 હજારની ચોરી કરી‎ મોરબીના રેલવે સ્ટેશન રોડ પર લૂંટની ઘટનાના બે જ દિવસ બાદ આરોપી કુલદિપસિંગ ઉર્ફે કાલીએ વધુ એક વેપારીને નિશાન બનાવ્યા હતા. રેલવે સ્ટેશન રોડ પર ભગુભાઈ ભજિયાવાળાની બાજુમાં ‘રાજુ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ’ નામની દુકાન ધરાવતા શૈલેષભાઇ સોલંકીની દુકાને આરોપી સાંજના સમયે પહોંચ્યો હતો. આરોપીએ ઠંડા પીણાની બોટલ માંગતા વેપારી ફ્રીજમાંથી બોટલ કાઢવા માટે ઉભા થયા હતા, બરાબર તે જ સમયે આરોપીએ વેપારીની નજર ચૂકવી ટેબલના ખાનામાં રહેલા 30 હજાર રૂપિયાની રોકડ ચોરી લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    Does the world need a 3 Idiots sequel?
    Next Article
    કાળઝાળ ગરમી:મોરબીમાં 43 ડિગ્રી સાથે અગનવર્ષા, કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment