Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ:યોગાનું યોગ : પાલનપુર તા.પં.માં ગત ટર્મમાં વર્તમાન સમયે ભાજપ અને કોંગ્રેસને એક જ સરખી બેઠકો મળી

    8 hours ago

    પાલનપુર તાલુકા પંચાયતની ચૂંટણીનું મંગળવારે પરિણામ જાહેર થયું હતુ. જેમાં 34 બેઠકો પૈકી કોંગ્રેસનો 23 અને ભાજપનો 11 બેઠકો ઉપર વિજય થયો હતો. યોગાનુયોગ ગત ટર્મમાં પણ બંને પક્ષને સરખી બેઠકો મળી હતી. પાલનપુર તાલુકા પંચાયતની 34 બેઠકો માટે મંગળવારે પરિણામ જાહેર થયું હતુ. જેમાં કોંગ્રેસે સત્તા જાળવી રાખી છે. ભાજપને સત્તા મેળવવા માટે વધુ પાંચ વર્ષની રાહ જોવી પડશે. આ વખતે કોંગ્રેસમાંથી 9 મહિલાઓ, ભાજપમાંથી 6 મહિલાઓ વિજેતા બની છે. ખાસ બાબત એ છે કે, ગત ટર્મમાં પણ કોંગ્રેસે 23 અને ભાજપે 11 બેઠકો ઉપર કબ્જો મેળવ્યો હતો. આ વખતે પણ બંને પક્ષોએ સરખી બેઠકો જાળવી રાખી છે. સામાન્ય વર્ગના વિજેતા ઉમેદવાર પ્રમુખ બનશે પાલનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સેનજીજી દેલવાડીયાએ જણાવ્યું કે, આ વખતે તાલુકા પંચાયત પ્રમુખ માટે સામાન્ય વર્ગની બેઠક ફાળવી છે. જેથી આ કેટેગરીના ઉમેદવાર પ્રમુખ તરીકે રહેશે.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધિ:ભોપાલમાં જુ-જિત્સુ સ્પર્ધામાં માધવ યુનિ.ના ખેલાડીઓ ઝળક્યા
    Next Article
    Trump Rejects Peace Plan, Iran Says Ready With Weapon US "Deeply Afraid Of"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment