Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડક સુરક્ષા વચ્ચે પણ ઘોરાડ થયું ગાયબ:‘જમ્પ સ્ટાર્ટ’ ટેકનિકથી જન્મેલું ઘોરાડ લાપતા, શિકારની વનવિભાગને આશંકા

    2 days ago

    ગુજરાતના ગૌરવ સમાન અને લુપ્ત થતી પ્રજાતિ ઘોરાડને બચાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. કચ્છના નલિયાના ઘાસિયા મેદાનોમાં વસતી છેલ્લી ત્રણ માદા ઘોરાડ પૈકી વધુ એક માદાને સેટેલાઇટ ટેગ કરવામાં આવી છે. સાત મહિનામાં આ બીજી માદા છે જેને ટ્રેકિંગ હેઠળ લાવવામાં આવી છે. આ પક્ષી હવે ઈંડું મૂકવાની તૈયારીમાં છે. દેહરાદૂન સ્થિતિ વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યાનુસાર, આ ચોમાસા પહેલા બંને માદા ઘોરાડ બિનફળદ્રુપ ઈંડા મૂકશે, એટલે હવે બેય માદા ઘોરાડને સતત ટ્રેક કરવામાં આવી રહી છે. બાળક કદાચ ક્યાંક ખોવાયું પણ હોય, પણ પ્રજાતિને મહત્વ આપી કેન્દ્રમાં રાખી અન્ય જમ્પસ્ટાર્ટ માટે કચ્છ અને કેન્દ્ર વાયા દેહરાદૂનથી જોડાયેલા રહ્યા છે. ભાસ્કર ઇનસાઇડ શ્રેષ્ઠ પરિસ્થિતિઓમાં પણ માત્ર અડધા બચ્ચાં જ બે મહિના સુધી જીવિત રહે છે રાજસ્થાનના અગાઉના અભ્યાસો પણ દર્શાવે છે કે શ્રેષ્ઠ સંરક્ષણ પરિસ્થિતિઓમાં પણ માત્ર અડધા બચ્ચાં જ બે મહિના સુધી જીવિત રહી શકે છે. જોકે, ‘જમ્પ સ્ટાર્ટ’ તકનીક ઈંડાના તબક્કે શિકાર ઘટાડવામાં અસરકારક સાબિત થઈ છે, પરંતુ તે બચ્ચાના જન્મ બાદ તેના જીવંત રહેવાની સંભાવનામાં વધારો કરતી નથી. ગુજરાતમાં આ કામગીરી માટે નિયુક્ત ટીમે ઈંડાનું સુરક્ષિત પરિવહન, મોનિટરિંગ અને આવાસ વ્યવસ્થાપન જેવી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આમ છતાં શિકાર અને કુદરતી કારણોસર થતા મૃત્યુના જોખમને સંપૂર્ણપણે ટાળી શકાતું નથી. ગાંડો બાવળ દૂર કરવા, ફેન્સિંગ મજબૂત બનાવવી અને પાણીની વ્યવસ્થા કરવા જેવા પેલાં લેવામાં આવી રહ્યા છે. જમીન પર માળો હોવાથી મૃત્યુદર ઘણો ઊંચો : CF કચ્છ વર્તુળના વનસંરક્ષક ધીરજ મિત્તલએ જણાવ્યું હતું કે, ઘોરાડ જમીન પર માળો બનાવતી પ્રજાતિ હોવાથી તેના પ્રારંભિક તબક્કામાં મૃત્યુદર ઘણો ઊંચો રહે છે. સામાન્ય રીતે માત્ર 40% ઈંડામાંથી બચ્ચાં જન્મે છે અને જન્મેલા બચ્ચાંમાંથી આશરે 60% બચ્ચાં જ પ્રથમ બે મહિના સુધી જીવિત રહેતા હોય છે. પ્રારંભિક મહિનાઓમાં જ્યારે બચ્ચું ઉડી શકતું નથી ત્યારે માદા પક્ષી તેને શિયાળ, લોમડી, બિલાડી, નોળિયો અને ઘો જેવા શિકારીઓથી બચાવવા પ્રયાસ કરે છે. શું છે ‘જમ્પ સ્ટાર્ટ’ પદ્ધતિ અને કેન્દ્રનો પ્લાન? કચ્છમાં હાલ નર ઘોરાડની ગેરહાજરી સૌથી મોટો પડકાર છે. માદા ઘોરાડ દર વર્ષે ઈંડા તો મૂકે છે પરંતુ નરના અભાવે તે બિનફળદ્રુપ હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકારે ‘જમ્પ સ્ટાર્ટ’ પદ્ધતિને મંજૂરી આપી છે. જ્યારે આ બીજી કચ્છની માદા ઈંડું સેવતી હોય, ત્યારે જ રાજસ્થાનથી ફળદ્રુપ ઈંડું લાવીને અહીં મૂકી દેવામાં આવશે. હાલ એક બચ્ચું ગમ થયા બાદ વનતંત્ર વધુ સંવેદનશીલ બન્યું છે. બાળક ભલે આવે, આંગણું ચોખ્ખું કરવું જરૂરી સુપ્રીમ કોર્ટ સહીત નિષ્ણાતોના સૂચનો પર હજુ ઘણું કામ કરવાનું બાકી છે. જેમાં કુદરતી રહેઠાણ એવા ઘાસિયા મેદાનને ફરી જીવંત કરવા. ઉડતી વખતે વીજ લાઈનો સાથે અથડાવાથી થતા મૃત્યુ અટકાવવા, બર્ડ ડાયવર્ટર લગાવવા અને આ ઉપરાંત સંરક્ષિત વિસ્તારોમાં વધતું વધુ પડતા ચરિયાણ સહીત માનવ દબાણ અને જોખમો ઘટાડવા જરૂરી બન્યા છે. ઘોરાડ અભ્યારણ્ય માત્ર 200 હેકટરમાં છે, પરંતુ ઘોરાડનો વિસ્તાર તો 1600 હેકટર છે.
    Click here to Read More
    Previous Article
    લંડનમાં બે યહૂદીઓ પર ચાકુ વડે હુમલો:બંને ઘાયલ, પોલીસે આરોપીની ધરપકડ કરી, આતંકી કનેક્શનની તપાસ શરૂ
    Next Article
    Two Arrested For Raping Minor In UP: Cops

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment