Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અમારી હેસિયત અને લાયકાત બતાવવા બદલ આભાર':'તમે અમને અમારી ઓકાત બતાવી દીધી', બીલખા જિલ્લા પંચાયત બેઠકથી ભાજપની હાર થતા પૂર્વ ચેરમેન દિનેશ મૈતરેનું દર્દ છલકાયું

    8 hours ago

    ​જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા સીટ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થતા પક્ષમાં મોટો વિસ્ફોટ થયો છે. આ બેઠક પર ભાજપનું ધાર્યું પરિણામ ન આવતા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન દિનેશ મૈતરે ભાવુક અને આકરા મિજાજમાં કહ્યું કે અમારી હેસિયત અને લાયકાત બતાવવા બદલ આભાર, તમે અમને અમારી ઓકાત બતાવી દીધી છે. એ સાથે જ તેમણે રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ​'આણંદપુર ગામના સરપંચ પણ રાજીનામું આપશે' વાયરલ થયેલા વિડિયોમાં દિનેશ મૈતરે કટાક્ષ કરતા જણાવ્યું છે કે આણંદપુરના તમામ ભાઈઓ-બહેનોનો હું ઋણી છું કે જેમણે અમને અમારી હેસિયત અને લાયકાત બતાવી દીધી છે. તેમણે જાહેરાત કરી છે કે આવતીકાલથી આણંદપુર ગામના સરપંચ મેરામણભાઈ બંધીયા પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. આ સાથે જ મૈતરે પોતે પણ જાહેર જીવન કે રાજનીતિમાં હવે પછી કોઈ પણ પ્રકારની દખલગીરી નહીં કરવાની અને કેવલભાઈ ચોવટિયા પણ ભવિષ્યમાં કોઈ ચૂંટણી નહીં લડે તેવી સ્પષ્ટતા કરી છે. 'કાર્યાલય બંધ કરી દેવામાં આવશે' ​પોતાના નિર્ણય પાછળનું કારણ જણાવતા મૈતરે ઉમેર્યું કે ગામ માટે આટલા કામો કરવા છતાં જો લોકોને અમારી વિચારધારા પસંદ ન આવતી હોય તો અમે જાહેર જીવન માટે નકામા છીએ. તેમણે દુઃખ સાથે જણાવ્યું કે આવતીકાલથી તેમનું જનસંપર્ક કાર્યાલય પણ કાયમ માટે બંધ કરી દેવામાં આવશે. જોકે, તેમણે પક્ષ પ્રત્યે વફાદારી વ્યક્ત કરતા કહ્યું છે કે તેઓ કોઈ પણ હોદ્દા વગર ભાજપના કાર્યકર તરીકે સેવા આપતા રહેશે. બીલખા સીટ પર AAPના ઉમેદવારની જીત થઈ જૂનાગઢ જિલ્લા પંચાયતની વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીલખા સીટ પર ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે. આ બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે ભાજપના ઉમેદવારની કારમી હાર થઈ છે. જિલ્લામાં અન્ય બેઠકો પર મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, પરંતુ બીલખા જેવી હાઈપ્રોફાઈલ બેઠક ગુમાવતા પક્ષના આંતરિક માળખામાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ હારને પૂર્વ ચેરમેને વ્યક્તિગત પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને રાજકીય નિવૃત્તિ જાહેર કરી દીધી છે....
    Click here to Read More
    Previous Article
    MI-SRH મેચ રોમાંચક સ્થિતિમાં:હૈદરાબાદને 18 બોલમાં 24 રનની જરૂર, હેનરિક ક્લાસેનની માત્ર 22 બોલમાં ફિફ્ટી
    Next Article
    The Bass Dropped, So Did 140 Chickens: UP Poultry Farmer's Day Of Horror

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment