Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ પર ડ્રેનેજના ગંદા પાણીની રેલમછેલ:જામનગર રોડ પર લાઈન લીક થતા પાણી રસ્તા પર વહેતુ થયું, સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી

    16 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ છે. શહેરના વ્યસ્ત ગણાતા જામનગર રોડ પર સાંઢિયા પુલ પાસે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઈન અચાનક લીક થતા રસ્તા પર ગટરના દૂષિત પાણીનો રીતસરનો ધોધ વહેતો થયો હતો. આ ઘટનાને કારણે સ્થાનિકો, રાહદારીઓ અને વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. કલાકો સુધી રસ્તા પર ગંદુ પાણી વહેતું રહ્યું હોવા છતાં તંત્રના અધિકારીઓ મોડા જાગતા પ્રજાની હાલાકીમાં વધારો થયો હતો. દૂષિત પાણીના ફુવારા ઉડ્યા પ્રાપ્ત વિગત અનુસાર જામનગર રોડ એ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે, જ્યાં 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે. સાંઢિયા પુલ પાસે ગટરની લાઈન ફાટતા અથવા બ્લોકેજ થતા ગંદા પાણીએ આખા રસ્તાને બાનમાં લીધો હતો. વાહનચાલકોને ગંદા પાણીના ખાબોચિયામાંથી પસાર થવું પડ્યું હતું, જેને કારણે અનેક ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થતા બચ્યા હતા. દૂષિત પાણીના ફુવારા ઉડતા હોવાથી રાહદારીઓના કપડાં પણ બગડ્યા હતા. સૌથી ગંભીર બાબત એ હતી કે ગટરના પાણીની અસહ્ય દુર્ગંધને કારણે આસપાસના વિસ્તારમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો હતો. 'બ્લોકેજને કારણે પ્રેશર વધતા લાઈન લીકેજ' આ સમગ્ર મામલે મનપાના સિટી ઈજનેર અતુલ રાવલે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શીતલ પાર્કની ડ્રેનેજ લાઈનમાં ભારે માત્રામાં કચરો આવી જવાથી લાઈન ચોક-અપ થઈ ગઈ હતી. આ બ્લોકેજને કારણે પ્રેશર વધતા લાઈન લીકેજ થઈ હતી. તેમણે દાવો કર્યો હતો કે ઘટનાની જાણ થતા જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જેટીંગ મશીન દ્વારા સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, કુંડીની સફાઈ કરી દેવામાં આવી છે અને હવે ગટરનું પાણી રસ્તા પર વહેવાને બદલે સીધું મેન હોલમાં જતું રહેશે.ઉલ્લેખનીય છે કે, મનપા ભલે કામગીરી પૂર્ણ થયાના દાવા કરે, પરંતુ પ્રજાના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ પૂરતું પાણી ઉતરી ગયું છે, પરંતુ આ ઘટનાએ મનપાની કામગીરીની પોલ ખોલી નાખી છે.
    Click here to Read More
    Previous Article
    'ગોલમાલ 5'નું શૂટિંગ શરૂ:અજય દેવગને BTS વીડિયો શેર કર્યો, 5 સીટવાળી બાઇકની ઝલક દેખાડી; અક્ષય કુમારની પણ એન્ટ્રી
    Next Article
    વેરા વળતર યોજનાને જબરજસ્ત પ્રતિસાદ:શહેરના નાગરિકોએ 22 દિવસમાં રૂ. 76.34 કરોડ મનપાની તિજોરીમાં ઠાલવ્યા, કરદાતાઓને રૂ. 8.63 કરોડનું વળતર મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment