Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રમતગમતની નવી સુવિધાઓનો પ્રારંભ:મવડી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં સ્કવોશ, ટેબલ ટેનિસ અને શુટિંગ જેવી આધુનિક રમતો રમી શકાશે; યુવા ખેલાડીઓને મળશે લાભ

    9 hours ago

    રાજકોટ મહાપાલિકા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના દ્વારા સંચાલિત મવડી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં રમતપ્રેમી નાગરિકો માટે સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. રાજકોટમાં રમતગમતની સંસ્કૃતિને વધુ વેગ આપવા અને ખેલાડીઓને વૈશ્વિક સ્તરનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા સતત નવા આયામો સર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મવડી સ્થિત અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સ્કવોશ, ટેબલ ટેનિસ અને શુટિંગ જેવી નવી રમતોની સુવિધાઓનો વિધિવત પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નવી રમતોના સમાવેશથી રાજકોટના યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતી રમતોમાં તાલીમ લેવાની સુવર્ણ તક પ્રાપ્ત થશે. મવડી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પહેલેથી જ રમતગમતનું હબ બની રહ્યું છે, હવે નવી રમતો ઉમેરાતા તે રમતપ્રેમીઓ માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે. તંત્ર દ્વારા નવી રમતોનો ઉમેરો પ્રાપ્ત વિગત મુજબ મવડી સ્પોર્ટ્સ સંકુલમાં અગાઉથી જ બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી અને 02 લોન ટેનિસ કોર્ટની સુવિધાઓ કાર્યરત છે. આ તમામ રમતો માટે હાલમાં મેમ્બરશીપ અને કોચિંગ બેચને શહેરના નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. રમતપ્રેમીઓની વધતી માંગ અને રુચિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા નવી રમતોનો ઉમેરો કરવામાં આવ્યો છે. નવી સુવિધા હેઠળ સ્કવોશ અને ટેબલ ટેનિસ માટે દ્વિમાસિક મેમ્બરશીપની વ્યવસ્થા કરવામાં આવી છે, અને શુટિંગની રમત માટે ખાસ કોચિંગ બેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ નવી રમતોની બેચ અને મેમ્બરશીપ આગામી તા. 1 મે 2026 થી પૂર્ણ રીતે કાર્યરત થશે. ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમો ખુલ્લા ઉપરાંત, જે રમતો અગાઉથી જ કોમ્પલેક્ષમાં ઉપલબ્ધ છે, તેમાં પણ નવા માસિક કોચિંગ બેંચની શરૂઆત કરવામાં આવશે, જેથી વધુમાં વધુ બાળકો અને યુવાનો વ્યાવસાયિક તાલીમ મેળવી શકે. તમામ નવી અને જૂની રમતો માટે મેમ્બરશીપ તેમજ કોચિંગ બેચની નોંધણી પ્રક્રિયા આવતીકાલ તા.30 એપ્રિલ 2026, ગુરુવારના રોજ સવારે 11 કલાકથી શરૂ કરાશે. જેમાં નાગરિકોની સરળતા માટે રાજકોટ મહાનગરપાલિકાએ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને માધ્યમો ખુલ્લા મૂક્યા છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા ઈચ્છતા નાગરિકો મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in અથવા મોબાઈલ એપ્લિકેશન “RMC Citizen” નો ઉપયોગ કરી શકશે. જે નાગરિકો ઓફલાઈન નોંધણી કરાવવા માંગતા હોય, તેઓ કોઈપણ સિવિક સેન્ટર અથવા વોર્ડ ઓફિસ ખાતે જઈને પોતાની પસંદગીની રમત માટે નોંધણી કરાવી શકશે. ખેલાડીઓની ટેકનિકલ કુશળતામાં વધારો કરશે રાજકોટ મનપા દ્વારા મવડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ખાસ તાલીમની ગુણવત્તા જળવાઈ રહે તે માટે અનુભવી અને કુશળ કોચીસની નિમણૂક કરવામાં આવી છે. બેડમિન્ટન, લોન ટેનિસ, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી અને શુટિંગ જેવી રમતોમાં નિષ્ણાંતો દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, જે ખેલાડીઓની ટેકનિકલ કુશળતામાં વધારો કરશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ઉપલબ્ધ આધુનિક સાધનો અને સુવિધાઓ શહેરના ઉભરતા ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સમયસર રજીસ્ટ્રેશન કરાવીને નાગરિકો આ વૈશ્વિક કક્ષાની સુવિધાઓનો લાભ મેળવી શકે છે. મધ્યમ વર્ગના ખેલાડીઓને નવું બળ મળશે ઉલ્લેખનીય છે કે, મનપાની આ પહેલથી હવે મવડી અને તેની નજીકનાં વિસ્તારોમાં વસતા હજારો રમતપ્રેમીઓને હવે દૂર સુધી જવું નહીં પડે. અત્યાધુનિક ઈન્ડોર સુવિધાઓને કારણે ગમે તેવા વાતાવરણમાં પણ રમતનો અભ્યાસ ચાલુ રાખી શકાશે. મહાનગરપાલિકાએ આ રમત સુવિધાઓના દરો પણ ખૂબ જ વ્યાજબી અને પ્રજાલક્ષી રાખ્યા છે, જેથી સામાન્ય પરિવારના સંતાનો પણ શ્રેષ્ઠ કોચિંગ મેળવી પોતાની પ્રતિભા રજૂ કરી શકે. શુટિંગ જેવી ખર્ચાળ ગણાતી રમતોની સુવિધા સરકારી સંકુલમાં મળવાથી મધ્યમ વર્ગના ખેલાડીઓને નવું બળ મળશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપે નવસારી મનપાની 52માંથી 50 બેઠકો જીતી:શહેરમાં વિજય રેલી યોજી, મતદારોનો આભાર માન્યો
    Next Article
    NDTV Exit Poll LIVE Updates: NDA To Sweep Assam, UDF Edge In Kerala, Shows NDTV Exit Poll

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment