Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે વકીલો ઘરે બેઠા ઝૂમ લિંકથી લડશે કેસ:કાળઝાળ ગરમીમાં વકીલો-અસીલોને મોટી રાહત; કાળા કોર્ટમાંથી રાહત અને મોર્નિંગ કોર્ટ શરૂ કરવા માગ

    11 hours ago

    સુરતમાં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. કાળઝાળ ગરમી અને લૂના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યારે ન્યાયિક ક્ષેત્રે કાર્યરત હજારો વકીલો અને અસીલો માટે રાહતના સમાચાર આવ્યા છે. સુરત જિલ્લા વકીલ મંડળની રજૂઆતને ગ્રાહ્ય રાખીને નામદાર પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ભીષણ ગરમીને જોતા વકીલો ડિજિટલ લિંક એટલે કે ઝૂમ એપના માધ્યમથી ઘરે કે ઓફિસ બેઠા દલીલો કરી શકશે. આ નિર્ણયથી માત્ર વકીલો જ નહીં, પરંતુ દૂર-દૂરથી આવતા અસીલોને પણ મોટી રાહત મળશે. ગરમીના પ્રકોપ વચ્ચે કોર્ટની કાર્યવાહી પ્રત્યક્ષને બદલે વર્ચ્યુઅલ મોડમાં ચલાવવાની છૂટ મળતા વકીલ આલમમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વકીલ મંડળની સક્રિયતા: જજ રાહુલ ત્રિવેદી સમક્ષ કરાઈ રજૂઆત સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ ઉદય પટેલ અને તેમની ટીમ દ્વારા વકીલોની સુરક્ષા અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને નામદાર પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ રાહુલ ત્રિવેદીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન એસોસિએશનના હોદ્દેદારો અને કાઉન્સિલ સભ્યોએ રજૂઆત કરી હતી કે, બપોરના સમયે તાપમાન 40 ડિગ્રીથી ઉપર જતું હોવાથી વકીલોને કોર્ટ પરિસરમાં અવરજવર કરવામાં અને કામકાજ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વરિષ્ઠ વકીલો અને જેઓ અગાઉથી કોઈ બીમારીથી પીડિત છે, તેમના માટે આ ગરમી જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. આ રજૂઆતને જજ સાહેબે અત્યંત ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી ઓનલાઈન સુનાવણીની મંજૂરી આપી છે. ડિજિટલ લિંક દ્વારા સુનાવણી, ટેકનોલોજી બનશે વકીલોનું હથિયાર નામદાર જજ સાહેબ દ્વારા વકીલો માટે એક ખાસ ઓનલાઈન લિંક જાહેર કરવામાં આવી છે. આ લિંક મારફતે વકીલો ગમે ત્યાંથી લોગ-ઈન થઈ શકશે અને પોતાના કેસમાં હાજરી નોંધાવી શકશે. માત્ર હાજરી જ નહીં, પરંતુ કેસ ચલાવવા, રજૂઆત કરવા અને જટિલ દલીલો કરવા માટે પણ આ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી શકાશે. આનાથી કોર્ટમાં ભીડ ઓછી થશે અને વકીલોએ બપોરના આકરા તડકામાં મુસાફરી કરવાની જરૂર રહેશે નહીં. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ધરાવતા વકીલો માટે ‘સંજીવની’ સમાન નિર્ણય ઉનાળા દરમિયાન હીટવેવના કારણે બ્લડ પ્રેશર, ડિહાઇડ્રેશન અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ સામાન્ય બને છે. સુરત બાર એસોસિએશને ભારપૂર્વક જણાવ્યું હતું કે, અનેક વકીલો સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. કાળા કોર્ટ અને ગાઉનમાં ગરમીનું પ્રમાણ વધુ અનુભવાય છે, જેનાથી વકીલો બીમાર પડવાની શક્યતા વધી જાય છે. આ સ્થિતિમાં ઓનલાઈન લિંક મળવાથી બીમાર કે અશક્ત વકીલો પોતાના સ્વાસ્થ્ય સાથે બાંધછોડ કર્યા વગર ન્યાયિક પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. આ નિર્ણય વકીલો માટે ખરા અર્થમાં સંજીવની સમાન સાબિત થયો છે. વકીલની ગેરહાજરીમાં પણ કેસનું સ્ટેજ સુરક્ષિત સામાન્ય રીતે જો વકીલ કોર્ટમાં હાજર ન રહે તો કેસમાં વિપરીત અસર પડવાની કે સ્ટેજ આગળ વધી જવાની ભીતિ રહેતી હોય છે. પરંતુ વકીલ મંડળની રજૂઆત બાદ નામદાર જજ સાહેબે આશ્વાસન આપ્યું છે કે, જો કોઈ વકીલ ગરમીના કારણે અથવા સ્વાસ્થ્યના કારણે રૂબરૂ હાજર ન રહી શકે, તો તેઓની ગેરહાજરીમાં કેસનું સ્ટેજ યથાવત્ રાખવામાં આવશે. આ એક ખૂબ જ મહત્વનો નિર્ણય છે કારણ કે તેનાથી અસીલોના હિતોનું રક્ષણ થશે. વકીલની ગેરહાજરીમાં કોઈ પણ કેસમાં નકારાત્મક ઓર્ડર ન થાય તે જોવાની જવાબદારી પણ કોર્ટ પ્રશાસને સ્વીકારી છે. કાળા કોર્ટમાંથી મુક્તિ આપવા પણ માંગણી વકીલોની ઓળખ સમાન ‘બ્લેક કોટ’ ઉનાળામાં મુસીબત સમાન બની જતો હોય છે, જેના કારણે વકીલોને વધુ પરસેવો અને ગભરામણ થાય છે. આ બાબતે બાર એસોસિએશનના પ્રમુખ ઉદય પટેલે જણાવ્યું હતું કે, અમે નામદાર જજ સાહેબ સમક્ષ માંગ કરી છે કે ભીષણ ગરમીના દિવસોમાં વકીલોને કાળા રંગના કોટમાંથી મુક્તિ આપવામાં આવે. વકીલો માત્ર સફેદ શર્ટ અને નેક-બેન્ડ પહેરીને દલીલો કરી શકે તેવી વ્યવસ્થા થવી જોઈએ. જો આ માંગ સ્વીકારવામાં આવશે તો વકીલોને શારીરિક રીતે મોટી રાહત મળશે. ઉનાળુ વેકેશન અને મોર્નિંગ કોર્ટની રજૂઆત સુરત જિલ્લા વકીલ મંડળે માત્ર ઓનલાઈન સુનાવણી જ નહીં, પરંતુ દીવાની કોર્ટની જેમ જ સેશન્સ કોર્ટમાં પણ 15 દિવસનું ટૂંકું ઉનાળુ વેકેશન આપવા માટે માંગણી કરી છે. વકીલોનું કહેવું છે કે આરામ અને રિકવરી માટે વેકેશન અનિવાર્ય છે. આ ઉપરાંત, ઉનાળા દરમિયાન કોર્ટનો સમય બદલીને ‘મોર્નિંગ કોર્ટ’ (સવારની કોર્ટ) કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. સવારના સમયે વાતાવરણ ઠંડુ હોય ત્યારે કામગીરી પતાવી દેવામાં આવે તો બપોરના આકરા તાપથી બચી શકાય તેમ છે. આ રજૂઆત અંગે કોર્ટ પ્રશાસન આગામી દિવસોમાં નિર્ણય લે તેવી શક્યતા છે. પ્રમુખ ઉદય પટેલ અને રહીમ શેખના મંતવ્યો સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ ઉદય પટેલે ઓનલાઇન હાજરી અંગે નિર્ણયને આવકારતા કહ્યું કે, નામદાર જજ સાહેબનો આ અભિગમ અત્યંત માનવીય છે. ઓનલાઈન સુનાવણીથી હજારો વકીલોના સ્વાસ્થ્યનું રક્ષણ થશે. બીજી તરફ, જાણીતા વકીલ રહીમ શેખે જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં ટેકનોલોજીનો આવો ઉપયોગ અનિવાર્ય છે. ગરમીના કારણે અસીલો પણ કોર્ટમાં આવતા ગભરાય છે, હવે તેઓને પણ રાહત થશે.
    Click here to Read More
    Previous Article
    500 લિટર પેટ્રોલ અને સેંકડો કિલો દારૂગોળાથી બ્લાસ્ટ:રણવીર સિંહે VFXને બદલે આગની લપટો અને ધડાકાઓ વચ્ચે જીવના જોખમે 'ધુરંધર 2'નું શૂટિંગ કર્યું
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:વિદ્યાર્થિનીઓએ કપડા પર જવાબો લખી પરીક્ષામાં ચોરી કરી, વરાછા SBI લૂંટના આરોપી 2 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment