Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ ભાજપ દ્વારા વિજય સન્માન સમારોહ યોજાયો:જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોનું સ્વાગત કરાયું

    2 days ago

    બોટાદ જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય બદલ 'જન આશીર્વાદ સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિજેતા ઉમેદવારોનું સન્માન કરાયું અને કાર્યકરો તેમજ મતદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બોટાદ જિલ્લા પંચાયતની તમામ 20 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. આ ઉપરાંત, બરવાળા, બોટાદ, ગઢડા અને રાણપુર તાલુકા પંચાયતો તેમજ બોટાદ અને બરવાળા નગરપાલિકામાં પણ ભાજપના ઉમેદવારો સ્પષ્ટ બહુમતી સાથે વિજેતા બન્યા હતા. આ વિજય સન્માન સમારોહ બરવાળાના સાળંગપુર સ્થિત બીએપીએસ મંદિરના ટાઉનહોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મંચસ્થ મહાનુભાવો દ્વારા વિજેતા ઉમેદવારો પર પુષ્પવર્ષા કરીને તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અને બોટાદ-ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાએ ભાજપને મળેલા જનસમર્થન બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કાર્યકરો અને મતદારોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે મતદારોએ સરકારની વિકાસલક્ષી રાજનીતિને સ્વીકારી છે. તેમણે વિજેતા ઉમેદવારોને પોતાના વિસ્તારમાં લોકોની જરૂરિયાત મુજબ કામ કરવા જણાવ્યું હતું. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે પણ જનસમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા, ધંધુકાના ધારાસભ્ય કાળુ ડાભી, બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ વિરાણી, મહામંત્રી વનરાજસિંહ ડાભી, મધુસૂદન ડેરીના ચેરમેન ભોળા રબારી, APMC ચેરમેન મનહર માતરિયા, ભીખુભા વાઘેલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને વિજેતા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાનો ભેદ ઉકેલાયો:કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિતનાને પોલીસે રાજસ્થાન-યુપીથી દબોચ્યા, રાજકીય અદાવતમાં મતદાના આગલા દિવસે હત્યા
    Next Article
    ગોધરા નગરપાલિકા ચૂંટણી: ભાજપ, અપક્ષ ઉમેદવારો વિજેતા:સમર્થકોએ ઢોલ-નગારાના તાલે નૃત્ય કરીને જીતની ઉજવણી કરી, એકબીજાનું મોં મીઠું કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment