Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તક લેવાનો ઓર્ડર રદ કરાયો:જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવા શિક્ષણ વિભાગે શાળાને અંતિમ તક આપી, બંને પક્ષને સાંભળ્યા બાદ નવો આદેશ કરાશે

    2 days ago

    સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ તપાસ દરમિયાન અનેક ખામીઓ સામે આવી હતી. જેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપવામાં આવતા શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે તે બાદ શિક્ષણ વિભાગ દ્વારા હવે સરકાર હસ્તક લેવાનો ઓર્ડર રદ કરવામાં આવ્યો છે. તેમજ શાળાને જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે અંતિમ તક આપવામાં આવી છે. સેવન્થ ડે સ્કૂલને તમામ જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીની હત્યાના બનાવ બાદ શાળાના વહીવટ સરકાર હસ્તક લેવાયો હતો સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવી હતી. જે બાદ તપાસ કમિટીએ શાળાને જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે અનેક વખત સૂચના આપી હતી છતાં પણ જે જગ્યાએ શાળા ચાલે છે ત્યાં માન્યતા મળી છે તેવા કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવ્યા નહતા. જો કે તે બાદ વહીવટી બાબતોમાં અનેક ખામીઓ સામે આવતા તપાસ કમિટીએ શિક્ષણ વિભાગમાં રિપોર્ટ સબમિટ કરાવ્યો હતો. જેમાં આધારે શિક્ષણ વિભાગ દ્વારા 15 ડિસેમ્બર 2025ના રોજ સરકાર હસ્તક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને DEOની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જો કે તે બાદ શાળાએ હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. જેથી હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગ દ્વારા સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તક લેવાનો ઓર્ડર રદ કર્યો છે. તેમજ ત્રણ દિવસમાં શાળા સંચાલકોને મેનેજમેન્ટ સોંપવામાં આવશે. શાળાને નવી નોટિસ ફટકારી જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે તક આપવામાં આવી છે. તેમજ બંને પક્ષને સરકાર દ્વારા સાંભળવામાં આવશે. જમીનના ડોક્યુમેન્ટ, લઘુમતીનું માઇનોરીટીનું પ્રમાણપત્ર સદર શાળા પાસે છે કે નહીં તે તપાસ સોંપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જેથી હવે આગામી દિવસમાં સરકાર દ્વારા ફરી નિર્ણય કરવામાં આવશે. હાઈકોર્ટના હુકમ બાદ શાળાને ડોક્યુમેન્ટ રજૂ કરવા વધુ એક તક આપવામાં આવી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 15/12/2025ના શાળાને સરકાર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈને શાળા દ્વારા હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. જે બાદ શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે શાળાને તપાસ કમિટી સમક્ષ અનેક વખત તક આપવામાં આવી હતી. મહત્વના ડોક્યુમેન્ટ જમા કરાવવા સાતથી આઠ વખત તક આપવામાં આવી હતી. આજે સ્થળ પર શાળાને મંજૂરી મળી છે તેવા કોઈપણ આધાર પુરાવા હજુ સુધી આપવામાં આવ્યા નથી. જમીનના ડોક્યુમેન્ટમાં પણ વિવાદ છે. વહીવટી બેદરકારીઓ પણ સામે આવેલી છે. લઘુમતીનું માઇનોરીટીનું પ્રમાણપત્ર સદર શાળા પાસે છે કે નહીં તે તપાસ કમિટીને સોંપવામાં આવ્યું નથી. વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, જે બધી બાબતોને આધારે તપાસ કમિટી દ્વારા રિપોર્ટ શિક્ષણ વિભાગને રજૂ કરવામાં આવ્યો હતો. તેને ધ્યાને લઈને શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેની સામે શાળાએ પિટિશન દાખલ કરી હતી. જેથી હાઇકોર્ટમાં જે રજૂઆત થઈ તેને ધ્યાને લઈને શાળાને વધુ એક તક આપવામાં આવી છે. તેમજ શાળાને સરકાર હસ્તક લેવાનો જે હુકમ હતો તે ટેમ્પરરી રદ કરવામાં આવ્યો છે. જેથી હવે તપાસ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર દ્વારા શાળાને સાંભળવામાં આવશે. જે બાદ શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવશે. તપાસ પ્રક્રિયા રાજ્ય સરકાર તરફથી ત્યાં અધૂરી હતી ત્યાંથી આગળ વધારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શાળાની જીત થઈ તેવું નથી પરંતુ જે આક્ષેપો છે તે હજુ પણ ઉભા છે. રાજ્ય સરકારે તક આપવા માટે શાળાને સરકાર હસ્તક લેવાનો જે ઓર્ડર કરવામાં આવ્યો હતો તે રદ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર કમલમમાં ‘લંચ ડિપ્લોમસી:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી વિજય બાદ ભાજપના નેતાઓની ભોજન બેઠક, કાર્યકરોને અભિનંદન
    Next Article
    વડોદરા ગ્રામ્ય તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ:પહેલીવાર જુઓ વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment