Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી ભાજપના વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ:આગેવાનોએ મતોનું વિશ્લેષણ કરવા અને સેવા પર ભાર મૂક્યો

    11 hours ago

    મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિજેતા બનેલા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રમુખે તમામ વિજેતા ઉમેદવારોને ટકોર કરી હતી કે રાજનીતિ એ કમાવવાનું સાધન નથી, પરંતુ સેવા માટેનું ક્ષેત્ર છે. તેમણે કમળ અને પક્ષને મહાન ગણી આગામી પાંચ વર્ષ સુધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કામ કરવા જણાવ્યું હતું. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત, મોરબી મહાનગરપાલિકા, ત્રણ નગરપાલિકા અને પાંચ તાલુકા પંચાયતની કુલ 250 બેઠકો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. ગઈકાલે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 178 બેઠકો પર વિજય મેળવ્યો છે. આ સમારોહમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવારો તેમજ ચૂંટણીમાં હારનો સામનો કરનાર ઉમેદવારોનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતી રાજકોટિયા, જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્ર સક્સેના, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ચંદુ સિહોરા, ધારાસભ્યો દુર્લભજી દેથરીયા અને પ્રકાશ વરમોરા, પૂર્વ મંત્રીઓ મોહન કુંડારીયા અને બ્રિજેશ મેરજા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજી ગડારા, પૂર્વ ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાની મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપનો વિજય થયો હોવા છતાં, જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટેની બેઠક પર ભાજપના ઉમેદવારની હાર અંગે આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, જિલ્લામાં કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હોવાથી આગેવાનો દ્વારા ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓને આગામી વિધાનસભા ચૂંટણી પહેલા બૂથ વાઇઝ મળેલા મતોનું વિશ્લેષણ કરવા અને વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી હતી. મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતી રાજકોટિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સારા કામ કરવાથી જ આગામી સમયમાં ટિકિટ મળશે તેવું નથી, કારણ કે કમળ અને પક્ષ સર્વોપરી અને મહાન છે. આ વાતને ધ્યાનમાં રાખીને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કામે લાગી જવાનું છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ:પહેલીવાર જુઓ વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ
    Next Article
    લુણાવાડા તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ:પહેલીવાર જુઓ વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment