Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાણીતા ઉદ્યોગપતિના પુત્રએ પૂર્વ પત્નીને પરેશાન કરી મૂકી:મર્સિડિઝ લઈ ઘર નીચે પહોંચી ફટાકડા ફોડ્યા, સોશિયલ મીડિયામાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો

    10 hours ago

    અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ જીતેન્દ્ર બીડીવાલાના દીકરા ચિંતન દ્વારા પૂર્વ પત્નીને હેરાન પરેશાન કરવામાં આવતા સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ચિંતન બીડીવાલાએ પૂર્વ પત્નીના ઘર નીચે મર્સિડિઝ ઉભી રાખી ફટાકડા ફોડ્યા હતા. આ ઉપરાંત પૂર્વ પત્નીના નામની પોસ્ટ બનાવી સોશિયલ મીડિયામાં મૂકી રહ્યો છે. ચિંતન સામે ફરિયાદ નોંધાયાની વચ્ચે તેના જૂના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. છૂટાછેડા થયાના વર્ષો બાદ પણ પૂર્વ પત્નીને પરેશાન કરી બોડકદેવમાં રહેતી 29 વર્ષીય યુવતીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે,તેમના નણંદના ચિંતન જીતેન્દ્ર બીડીવાલા સાથે લગ્ન થયા હતા.લગ્ન બાદ ચિંતન હેરાન કરતા તેમણે છૂટાછેડા લીધા હતા.યુવતીના નણંદે બીજા લગ્ન પણ કરી દીધા હતા.27 એપ્રિલના રોજ યુવતી ભત્રીજાના બર્થડે પાર્ટીમાં જઈને પરત આવ્યા ત્યારે રાતના 11:30 વાગે ફ્લેટની નીચે ચિંતન લાલ કલરની મર્સિડીઝ જી વેગન કાર લઈને ઉભો હતો. પૂર્વ પત્નીના વોટ્સએપ પર મેસેજ અને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો મૂકી બદનામ કરવાનો પ્રયાસ ચિંતન યુવતીના ફ્લેટની નીચે ફટાકડા ફોડવાના શરૂ કર્યા હતા.ચિંતન ફ્લેટની સામે જોઈને ગાડીમાં ગીતો વગાડતો હતો.ચિંતન પટેલે યુવતીના નણંદને 15 દિવસથી વોટ્સએપ પર મેસેજ કરવાનું શરૂ કર્યું હતું અને ઈન્સ્ટાગ્રામ પર પણ યુવતીના નણંદનું નામ લખીને વિડિઓ અપલોડ કર્યો હતો.ચિંતનની હેરાનગતિને કારણે યુવતીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે ચિંતન સામે કેટલીક અરજી પણ થઈ છે જેમાં મોટા અવાજથી રાતના સમયે ગાડીમાં ગીતો વગાડતો હોવાનો ઉલ્લેખ છે.આ ઉપરાંત ચિંતનને અગાઉ એક પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો ત્યારે સાથે ગદા લઈને પણ ગયો હતો. આમ ચિંતન સામે થયેલી અરજી અને ફરિયાદ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    West Bengal Election 2026 Phase 2 Voting LIVE : बवाल के बीच बंगाल में रिकॉर्ड मतदान, किसे फायदा?
    Next Article
    અમરેલી તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ:પહેલીવાર જુઓ વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment