Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિડનીની બીમારી સામે જંગ હાર્યો ‘આર્ય’:સુરતના સરથાણા નેચર પાર્કની શાન ગણાતા સિંહ ‘આર્ય’નું મોત, વસુધા સાથેની જોડી તૂટી; સિંહપ્રેમીઓમાં શોક

    4 days ago

    સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઝૂનું મુખ્ય આકર્ષણ ગણાતા 9.5 વર્ષીય નર સિંહ 'આર્ય'નું કિડની ડિસફંક્શન (કિડની ફેલ્યોર)ને કારણે કરુણ મોત નિપજ્યું છે. આર્યના જવાથી સિંહણ વસુધા એકલી પડી ગઈ છે અને પાર્કના સ્ટાફ સહિત મુલાકાતીઓમાં પણ ગમગીની છવાઈ ગઈ છે. 2020માં રાયપુરથી સુરત લાવવામાં આવ્યો હતો સિંહ ‘આર્ય’ને વર્ષ 2020 દરમિયાન છત્તીસગઢના નવા રાયપુર ખાતે આવેલા નંદનવન ઝૂ અને જંગલ સફારીથી સુરતના મહેમાન તરીકે લાવવામાં આવ્યો હતો. આશરે સાડા નવ વર્ષની ઉંમર ધરાવતો આ સિંહ સુરત નેચર પાર્કની શાન ગણાતો હતો. અહીં તેને સિંહણ ‘વસુધા’ સાથે રાખવામાં આવ્યો હતો, અને આ જોડી લાખો પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. રિપોર્ટમાં ક્રિએટીનીન લેવલ ઊંચું આવ્યું, ડોક્ટરોની ટીમ રાત-દિવસ કાર્યરત હતી આર્યની તબિયત છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતી. ખાસ કરીને 29 માર્ચ 2026થી તેની ગંભીરતાને જોતા મેડિકલ ચેકઅપ શરૂ કરાયું હતું. લોહીની તપાસમાં સીરમ ક્રિએટીનીનનું સ્તર સતત વધતું હોવાનું જણાયું હતું. રિપોર્ટના આધારે નિષ્ણાંતોએ કિડનીની ગંભીર બીમારીનું નિદાન કર્યું હતું. તેને બચાવવા માટે સતત મોનિટરિંગ અને લાઈફ સેવિંગ ડ્રગ્સનો સહારો લેવાયો હતો. 8 દિવસથી ખાવાનું છોડી દીધું, ફ્લુઈડ થેરાપી પણ કારગત ન નીવડી તબીબોના જણાવ્યા અનુસાર, છેલ્લા એક સપ્તાહથી આર્યની હાલત વધુ કથળી હતી. તેણે સંપૂર્ણપણે ખોરાક લેવાનું બંધ કરી દેતા તે શારીરિક રીતે અશક્ત બની ગયો હતો. ઝૂના વેટરનરી ડોક્ટરો દ્વારા તેને ફ્લુઈડ થેરાપી (ગ્લુકોઝ) અને અન્ય ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી, પરંતુ આજે વહેલી સવારે અંદાજે 6 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. નેચર પાર્કના સ્ટાફની આંખો ભીની થઈ આર્યના મોતના સમાચાર મળતા જ નેચર પાર્કનો સ્ટાફ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. છેલ્લા 6 વર્ષથી આર્યની સારસંભાળ રાખતા કિપર અને અધિકારીઓ માટે આ ક્ષણ ભાવુક હતી. વન્યજીવ પ્રેમીઓમાં પણ આ સમાચારને પગલે સોશિયલ મીડિયા પર દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ ગંગા એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન કર્યું:યોગી સાથે ચાલીને પહોંચ્યા, 12 જિલ્લામાંથી પસાર થશે; મેરઠથી પ્રયાગરાજ 6 કલાકમાં પહોંચાશે
    Next Article
    પાલનપુર તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ:પહેલીવાર જુઓ વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment