Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ:રવાપર રોડ પરના બનાવમાં લાખોનો માલસામાન બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં

    14 hours ago

    મોરબીના રવાપર રોડ પર આવેલી દીપકલા ફર્નિચર નામની દુકાનમાં વહેલી સવારે આગ લાગી હતી. આ ઘટનામાં દુકાનનો લાખોનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ સવારે આશરે સાડા છ વાગ્યાની આસપાસ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટર સાથે ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગને કારણે દુકાનમાં રાખેલો તમામ ફર્નિચર અને અન્ય માલસામાન સંપૂર્ણપણે બળી ગયો હતો, જેનાથી વેપારીને મોટું નુકસાન થયું છે. જોકે, આગ કયા કારણોસર લાગી હતી તે અંગેની ચોક્કસ વિગત હજુ સુધી સામે આવી નથી.
    Click here to Read More
    Previous Article
    ઊર્જા, કૃષિ, શિક્ષણ, પ્રવાસન, તબીબી પ્રવાસન સેક્ટરને ફાયદો થશે:ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષીય વેપારને વેગ આપવા ICTC ગુજરાત અને આલ્બર્ટા ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે MoU થયા, વેપાર અને રોકાણની પ્રક્રિયા સરળ બનશે
    Next Article
    Gujarat Local Body Election Result News | રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment