Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના જામ્બુવા બ્રિજ પર ગોઝારો અકસ્માત:સુરતથી ભાવનગર દર્શન કરવા જઈ રહેલા યુવકોની કારની આઈસર સાથે ટક્કર, ત્રણના મોત; બે ઈજાગ્રસ્ત

    16 hours ago

    વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે નેશનલ હાઈ-વે 48 પર ગત મોડી રાત્રે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સુરતથી ભાવનગર દર્શન કરવા જઈ રહેલા પાંચ મિત્રોની કાર સામેથી આવતા આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ત્રણ આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આઈસર ટ્રક સાથે અથડાઈ મળતી વિગતો મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પાંચ મિત્રો પોતાની કારમાં ભાવનગર જિલ્લાના ભગુડા ગામે આવેલા મોગલ ધામના પાટોત્સવમાં દર્શન કરવા માટે નીકળ્યા હતા. નેશનલ હાઈવે-48 પર જામ્બુવા બ્રિજ ઉતરતી વખતે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેથી કાર ડિવાઈડર કૂદીને સામેની લેનમાં જઈને સામેથી આવતા આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં ગોપાલભાઈ કોહાભાઈ કામળિયા (ઉંમર 23), યોગેશ કિશોરભાઈ ચાવડા (ઉંમર 24) અને આશિષભાઈ પરમાર (ઉંમર 28) ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે મિત્રો હમીરભાઈ ભુરાભાઈ ભુવા અને દિલીપભાઈ જેઠવાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું ઘટનાની જાણ થતા જ રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. કપુરાઈ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકોના પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપ્યા છે. હાલ પોલીસે ટ્રક ચાલક અને અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મોદી-શાહના પ્રચાર વગર પણ ગુજરાતમાં ભાજપ ધુરંધર:પહેલી પરીક્ષામાં જગદીશ વિશ્વકર્મા ફૂલ પાસ; રવિવાર, મંગળવાર અને જીતનો અનોખો સંયોગ
    Next Article
    "You'd Be Speaking French": King Charles Roasts Trump At State Dinner

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment