Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાને કહ્યું- અમારા માટે હજુ પણ યુદ્ધ જેવી સ્થિતિ:યુદ્ધ હજુ ખતમ નથી થયું, દુશ્મન હુમલો કરશે તો નવી રીતે જવાબ આપીશું

    15 hours ago

    ઈરાને કહ્યું છે કે તેને માટે સ્થિતિ હજુ પણ યુદ્ધ જેવી જ બનેલી છે. પ્રેસ ટીવીના જણાવ્યા અનુસાર ઈરાની સેનાના પ્રવક્તાએ કહ્યું કે યુદ્ધ હજુ ખતમ થયું નથી. પ્રવક્તાએ કહ્યું કે ઈરાન હાલની સ્થિતિને સામાન્ય માનતું નથી. તેમણે કહ્યું કે સેના અને સુરક્ષા એજન્સીઓ સતત મોનિટરિંગ અને સર્વેલન્સ કરી રહી છે, જેથી દરેક ગતિવિધિ પર નજર રાખી શકાય. ઈરાને દુશ્મનને ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ નવી કાર્યવાહી થશે, તો તેને નવા હથિયારો, નવી રીતો અને નવા મોરચા પર જવાબ આપવામાં આવશે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. UAE એ ઓપેક છોડ્યું: સંયુક્ત આરબ અમીરાત (UAE) એ 1 મેથી તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકમાંથી 59 વર્ષ પછી બહાર નીકળવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. ઓપેક વિશ્વના મોટા તેલ ઉત્પાદક દેશોનું જૂથ છે. 2. ટ્રમ્પે ઓફર ઠુકરાવી: ઈરાને અમેરિકાને હોર્મુઝ ખોલવા અને જહાજોની અવરજવર શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ પછી પરમાણુ મુદ્દે વાત થવાની હતી, પરંતુ ટ્રમ્પે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો. 3. ત્રીજી વાર પાકિસ્તાન પહોંચ્યા ઈરાની વિદેશ મંત્રી: ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી મંગળવારે સવારે રશિયાની પોતાની યાત્રા પૂરી કર્યા પછી ઈસ્લામાબાદ પહોંચ્યા. છેલ્લા 48 કલાકમાં આ તેમની ત્રીજી પાકિસ્તાન મુલાકાત છે. 4. 10 લાખ નોકરીઓ ખતમ: ઈરાન સરકારે જણાવ્યું કે યુદ્ધના કારણે દેશમાં સીધા જ ઓછામાં ઓછી 10 લાખ નોકરીઓ ખતમ થઈ ગઈ છે. ભવિષ્યમાં 1 કરોડથી વધુ નોકરીઓનો ખતરો છે. 5. તેલના ભાવ વધ્યા: મંગળવારે પણ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત સાતમા દિવસે વધારો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમત 110 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ હતી. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    CGBSE CG Board 10th 12th Result 2026 Live Updates: Chhattisgarh Board results today at cgbse.nic.in
    Next Article
    Telangana Board TS SSC 10th Results 2026 Live Updates: At what time TS SSC marks memo will be released?

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment