Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતમાં ભાજપનું રોલર ફરી વળ્યું, મુંબઇમાં ધર્મ પૂછ્યો-કલમા પઢવાનું કહી જીવલેણ હુમલો, માથાં ફાડી નાખે એવી ગરમીથી મોદી સરકારે રાજ્યોને ચેતવ્યા

    10 hours ago

    નમસ્તે, ઈરાને કહ્યું કે તે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું દબાણ સહન કરશે નહીં. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીના પ્રવાસે પહોંચ્યા. તેમણે કહ્યું કે સપા અને કોંગ્રેસે મહિલાઓને છેતરી છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું દુનિયાના સૌથી ગરમ શહેરો વિશે... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. બીજા તબક્કામાં પશ્ચિમ બંગાળની 142 બેઠકો પર મતદાન થશે, જેમાં મમતા બેનર્જીના ભવાનીપુર મતવિસ્તારનો પણ સમાવેશ થાય છે. 2. PM નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના હરદોઈમાં ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટનું પરિણામ, ગુજરાત કેસરિયા રંગે રંગાયું:ભાજપની તમામ 15 મનપા, 34માંથી 33 જિ.પં, 78 ન.પા. અને 253 તા.પં. પર જીત, અમદાવાદમાં વિજયોત્સવ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે 28 એપ્રિલે પરિણામો જાહેર થઈ ગયા છે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. હવે પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. મતગણતરી પહેલા કુલ 10 હજાર 5 સીટમાંથી 732 સીટ બિનહરીફ થઈ હતી. ભાજપ 2021ની ફરી ભવ્ય જીત મેળવી છે. જ્યારે તમામ 15 મનપા પર પણ કબ્જો મેળવ્યો છે. 84 નગરપાલિકામાંથી 78 પર ભાજપ અને 6 કોંગ્રેસને મળી છે. 34માંથી 33 જિલ્લા પંચાયત પર શાસનમાં આવ્યા છે. 260 તાલુકા પંચાયતમાંથી ભાજપને ફાળે 253 અને 7માં કોંગ્રેસ તથા આપને મળી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 15 મનપામાં ભાજપની જીત, રસ્તા પરનો વિરોધ EVMમાં ન દેખાયો:કોંગ્રેસના 'રેસના ઘોડા' ન દોડ્યા, તમામ મનપાના વોર્ડ વાઈઝ વિજેતા ઉમેદવારોની ફોટો સાથેની યાદી ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો છે અને વધુ મજબૂત બન્યો છે. શહેરી વિસ્તારની તમામ 15 મનપા પર ભાજપનું કમળ ખીલ્યું છે. 15 મનપામાં વિપક્ષે નામ માત્રની બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ચૂંટણી પહેલા રસ્તા પર ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો જે પરિણામ પરથી લાગે છે કે EVM સુધી નથી પહોંચ્યો. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ સુરતમાં તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર RJ આભા અને રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ હારનો હારનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના ગઢ સમાન ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની જીત થઈ છે. ભાજપના ચારેય ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઈરાને કહ્યું- ટ્રમ્પનું દબાણ સહન નહીં કરીએ:અમેરિકા હવે બીજા દેશો પર નિર્ણયો થોપવાની સ્થિતિમાં નથી; દાવો- ઈરાન હોર્મુઝ ખોલવા તૈયાર ઈરાને મંગળવારે કહ્યું કે હવે અમેરિકા એ સ્થિતિમાં નથી કે તે બીજા દેશોને જણાવે કે તેમણે શું કરવું જોઈએ. ઈરાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા રેઝા તલાએઈ-નિકે સરકારી ટીવી પર જણાવ્યું હતું કે તેઓ ટ્રમ્પનું દબાણ સહન કરશે નહીં. તેમણે કહ્યું કે અમેરિકાએ તેની ખોટી માંગણીઓ છોડવી જ પડશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા, હોર્મુઝને ખોલવા સંબંધિત ઈરાનના નવા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. અમેરિકા, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે હાલમાં યુદ્ધવિરામ અમલમાં છે, પરંતુ આ સંઘર્ષને સંપૂર્ણપણે ખતમ કરવા માટે જે વાતચીત ચાલી રહી છે, તેમાં અત્યાર સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કાશીમાં PM મોદીએ કહ્યું- મહિલાઓને સપા-કોંગ્રેસે છેતર્યા:પરિવારવાદમાં ડૂબેલા પક્ષો નારી શક્તિથી ડરેલા છે, હું અનામત અપાવીને જ રહીશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કાશીમાં વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું. પીએમએ કહ્યું કે, 40 વર્ષથી મહિલા અનામત લટકેલું હતું. અમે 2023માં નારી શક્તિ વંદન પસાર કર્યું. આ કાયદો લાગુ થાય તે માટે ચર્ચા રાખી. સપા, કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે જેવી પાર્ટીઓએ દેશની મહિલાઓને છેતરી. આવા પક્ષોએ 40 વર્ષથી મહિલા અનામત પર બ્રેક લગાવી દીધી. સપાએ ફરીથી તેને લાલ ઝંડી બતાવી દીધી. અસલી વાત એ છે કે આ બધા પરિવારવાદી અને તુષ્ટિકરણમાં ડૂબેલા પક્ષો નારી શક્તિથી ડરેલા છે. આ પરિવારવાદી ડર, દેશની દીકરીઓને વિધાનસભા સંસદમાં આવવા દેવા માંગતો નથી. પીએમ મોદીએ કહ્યું કે, હું આપ સૌ બહેનોને ફરીથી ખાતરી આપું છું કે તમારા અનામતનો હક લાગુ થાય, તેમાં કોઈ કચાશ બાકી નહીં રાખું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. યુપીનું બાંદા દુનિયામાં સૌથી ગરમ, પારો 47.6°C:6 શહેરોમાં તાપમાન 46° પાર; કેન્દ્રએ રાજ્યોને કહ્યું- હીટ સ્ટ્રોક યુનિટ ખોલો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં સોમવારે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા. બાંદા 47.6°C તાપમાન સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર રહ્યું. અહીં આ પહેલા 30 એપ્રિલ 2022 અને 25 એપ્રિલ 2026ના રોજ સૌથી વધુ 47.4°C તાપમાનનો રેકોર્ડ હતો. રાજસ્થાનના જેસલમેરમાં 46.6°C તાપમાન નોંધાયું. અહીં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન 18 એપ્રિલ 2025માં 46.3°C હતું. મધ્યપ્રદેશના ખજુરાહોમાં પારો 46°C પર પહોંચી ગયો, જે છેલ્લા 10 વર્ષ દરમિયાન સૌથી વધુ છે. આ પહેલા એક દાયકામાં અહીં આટલું તાપમાન નોંધાયું ન હતું. જેસલમેર અને ખજુરાહો ઉપરાંત દેશના કુલ 6 શહેરોમાં પારો 46°C કે તેથી વધુ રહ્યો. આમાં બાડમેર (46°C), વર્ધા (46.5°C), અમરાવતી (46.6°C) અને અકોલા (46.3°C) સામેલ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ભારતમાં ફ્લાઇટ્સ બંધ થવાના આરે:ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ કહ્યું- ફ્યુલ મોંઘું થવાથી એરલાઇન્સ ચલાવવાનો ખર્ચ વધ્યો, સરકાર પાસે મદદ માંગી આવનારા દિવસોમાં હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે, કારણ કે એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF) મોંઘું થવાથી દેશની મુખ્ય એરલાઇન્સનો ઓપરેશન કોસ્ટ (ચલાવવાનો ખર્ચ) 20% સુધી વધી ગયો છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી મોટી એરલાઇન કંપનીઓના સંગઠન 'ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ' (FIA) એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મોકલેલા એક રિપોર્ટમાં મદદ માંગી છે. FIA એ જણાવ્યું કે જેટ ફ્યુલ મોંઘું થવાથી ઘરેલું એરલાઇન્સ સામે કામકાજ ચાલુ રાખવું મુશ્કેલ બની ગયું છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કંપનીઓ ઓપરેશન્સ રોકવા અથવા પોતાના વિમાનોને ઊભા રાખવાની અણી પર પહોંચી ગઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ધર્મ પૂછ્યો, કલમા પઢવાનું કહ્યું, ના પાડતા છરી મારી:મુંબઈમાં બે સિક્યોરિટી ગાર્ડ્સ પર હુમલો, ATSએ કહ્યું- આરોપીના ઘરેથી ISISના દસ્તાવેજો મળ્યા મુંબઈના મીરા રોડ ખાતે નયા નગર વિસ્તારમાં એક યુવકે બે સિક્યોરિટી ગાર્ડને તેમના ધર્મ વિશે પૂછ્યા બાદ છરી મારીને હુમલો કર્યો. આરોપીની ઓળખ 31 વર્ષીય ઝૈબ ઝુબેર અંસારી તરીકે થઈ છે. આ ઘટના સોમવારે સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસના જણાવ્યા મુજબ, એક અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પાસે બે સુરક્ષા ગાર્ડ રાજકુમાર મિશ્રા અને સુબ્રતો રમેશ સેન ડ્યુટી પર હતા. આરોપી પહેલા તે વિસ્તારમાં આવ્યો અને મસ્જિદનો રસ્તો પૂછ્યો. થોડા સમય પછી તે પાછો ફર્યો. તેણે અચાનક એક ગાર્ડને તેના ધર્મ વિશે પૂછ્યા પછી તેના પર છરી વડે હુમલો કર્યો. ત્યારબાદ તે કેબિનમાં ઘુસ્યો અને બીજા ગાર્ડને કલમા પઢવાનું કહ્યું. જ્યારે ગાર્ડ ના પાડી ત્યારે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ભાજપના મંત્રી નિતેશ રાણેને 1 મહિનાની જેલની સજા:મુંબઈ-ગોવા હાઈવે પર NHAI એન્જિનિયર પર કાદવ ફેંક્યો હતો; 29 આરોપી નિર્દોષ છૂટ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર મિસાઈલ હુમલો, 7ના મોત:75 ઘાયલ; 6 પાકિસ્તાની સૈનિકોના મોત બાદ જવાબી હુમલો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ઓડિશામાં બહેનનું હાડપિંજર લઈને બેંક પહોંચ્યો ભાઈ:ખભે લઈને 3 કિમી ચાલ્યો; બેંક કર્મચારીઓએ કહ્યું હતું- જેનું ખાતું હોય તેને લઈને આવો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : હરિયાણાનો યુવક અમેરિકામાં ફૂડ સ્ટોરમાં જીવતો સળગી ગયો:₹50 લાખ ખર્ચીને ડંકી રૂટથી ગયો હતો, પંજાબના સ્ટોર માલિકનું પણ મોત વાંચો સંપૂર્ણ સમાચાર 5.નેશનલ : સોનમ રઘુવંશીને શિલોન્ગ કોર્ટમાંથી જામીન મળ્યા:ઇન્દોરના રાજા રઘુવંશી મર્ડર કેસમાં આરોપી છે, SP બોલ્યા- કોર્ટે પોતાના અધિકારનો ઉપયોગ કર્યો વાંચો સંપૂર્ણ સમાચાર 6.બિઝનેસ : ભારત-રશિયા મળીને યુરિયા ફેક્ટરી લગાવશે:હાલની જરૂરિયાતના 71% યુરિયા મિડલ-ઈસ્ટમાંથી આવે છે; આગામી 2 વર્ષમાં ઉત્પાદન શરૂ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : નકારાત્મક વિચારો પરિસ્થિતિને મુશ્કેલ બનાવી દેશે:ગુરુએ આપેલા એક મંત્રએ શિષ્યનું જીવન બદલી નાખ્યું, જાણો 'સુખી' અને 'દુઃખી' સંતની વાર્તા વાંચો સંપૂર્ણ સમાચાર 8. સ્પોર્ટ્સઃ 'ગુજરાતના લોકો ખરેખર ટીમને પ્રેરણા આપે છે':ભાસ્કરના સવાલ પર સિરાજે કહ્યું- ફેન્સને સલામ; ગ્લેન ફિલિપ્સે બોલ્યો- એથ્લેટિક સ્કિલ્સમાં 'રિએક્શન ટાઇમ' સૌથી મહત્વનો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ વાંદરને પકડવા પર સરકાર ₹600 આપશે મહારાષ્ટ્ર સરકારે વાંદરાની વધતી જતી સમસ્યાને રોકવા માટે એક યોજના શરૂ કરી છે. રીસસ મકાક અને હનુમાન લંગૂર પ્રજાતિના વાંદરાને પકડવા પર ₹600 મળશે. વાંદરાઓને સુરક્ષિત રીતે પકડીને 10 કિમી દૂર જંગલમાં છોડવામાં આવશે, જેથી તેઓ પાછા ન આવી શકે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : જેણે ભગવાન માન્યા, તેની જ સાથે વિશ્વાસઘાત કર્યો: આસારામનું 10 હજાર કરોડનું સામ્રાજ્ય હવે કોણ સંભાળે છે? જુઓ સિરીઝના તમામ 50 એપિસોડ એકસાથે 2. આજનું એક્સપ્લેનર: બિરયાની ખાધા પછી તરબૂચ ખાધું, 20 કલાકમાં આખા પરિવારનું મોત; શું ચોખા અને તરબૂચ ભેગા મળીને 'ઝેર' બની જાય છે 3. Editor's View: ચેતવણી આપતા ચૂંટણી પરિણામો: ગુજરાતમાં વિપક્ષ તરીકે કોંગ્રેસને મત, AAPએ જિલ્લા-તાલુકા પંચાયતો છીનવી; ભાજપનું 'હૃદય' ખાડિયા છીનવાયું 4. MATCH મસાલા : ધોનીની ફિટનેસ પર ફ્લેમિંગે ખુલાસો કર્યો: કોહલીનો ઓટોગ્રાફ ના મળતા ચાહક રડ્યો, બેટનો ઘા કર્યો; શાર્દૂલની પીઠ પાછળ રોહિતે શું કર્યું? 5. પત્ની કામ પરથી પાછી આવી, પલંગ પર પતિની લાશ હતી: પહેલાં હાર્ટ એટેક લાગ્યો પણ PM રિપોર્ટે પોલીસને ચોંકાવી દીધી, પોણા 2 કલાકમાં એવું તો શું બની ગયું? 6. પારકી પંચાત : જોઈ લો, લાફાવાળી…ચૈતર વસાવાનો ગાલ લાલ, VIDEO: વધુ એક ખેડૂત નેતાએ AAPને રામ રામ કર્યા; ઈન્ફ્લૂએન્સરે યુવા નેતાની લાઈફ દર્શાવી! 7. હમ લોગ : સાંકડો ખાડો ખોદ્યો અને માતાના મૃતદેહને ઊભો જ દફનાવ્યો: લાશની હથેળી પર બલિ ચડાવી, અનોખા રિવાજ ધરાવતા મરિંગ લોકોની કહાની 8. જો SIRનું ગણિત ચાલ્યું તો બંગાળમાં BJPને 150-170 બેઠકો: જો SIRનો ડર ચાલ્યો તો TMC જીતશે 160-190 બેઠકો, મુસ્લિમોથી કોંગ્રેસ ફાયદામાં 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ:મકર રાશિના જાતકોને વેપારમાં સોનેરી તક મળશે, ધન જાતકોને મહેનતનું મીઠું ફળ મળશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Not the ‘sole’ factor: How Adidas ‘super shoes’ played a role in Sawe’s sub-2 hour marathon
    Next Article
    Watch: Not Once But Thrice, Vaibhav Sooryavanshi Shows Clear MS Dhoni Influence vs PBKS. World Says, "We Have Seen This"

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment