Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના ખાડિયામાં ભાજપની હાર, કોંગ્રેસની પેનલ જીતી:જામનગરમાં જેલમાં બંધ આપ-કોંગ્રેસના ઉમેદવારોની જીત, સુરતમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

    1 day ago

    ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો છે અને વધુ મજબૂત બન્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 15માંથી 12 મનપા પર ભાજપનો ભગવો લહેરાયો છે. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ સુરતમાં તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર RJ આભા અને રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ હારનો હારનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના ખાડિયામાં ભાજપની કારમી હાર અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના ગઢ સમાન ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની જીત થઈ છે. ભાજપના ચારેય ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે. ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ખાડિયાના રહીશોએ વ્યથા ઠાલવી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) 15 મહાનગરપાલિકામાં વિજેતા ઉમેદવારોની ફોટો સાથેની યાદી જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો રાજકોટ , વાપી, મોરબી, પોરબંદર, નવસારી, નડિયાદ 15 મનપાની 43 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 મનપામાં ભાજપના 43 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. જેમાં આણંદમાં 12, પોરંબદરમાં 11, મહેસાણા 5, અમદાવાદ 2, સુરેન્દ્રનગર 3,જામનગર 1, નડિયાદ 3, વડોદરા 2, નવસારી 2, ગાંધીધામ 1 અને વાપી મનપામાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ થયો છે. 15 મનપામાં સરેરાશ 55 ટકા મતદાન, સૌથી વધુ વાપીમાં 72.29 ટકા આ વખતે 15 મહાનગરપાલિકાની ચૂંટણી SIR (સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન)ની કામગીરી અને 27 ટકા ઓબીસી અનામત બાદ યોજાઈ છે. SIRના કારણે મતદાનમાં વધારો થવાનો જે અંદાજ હતો તે થયો નથી. તો બીજી તરફ અલગ અલગ કારણોસર 49 લાખથી વધુ મતદારો મતદાન કરવા બહાર આવ્યા જ નહીં. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ છે જ્યાં સૌથી વધુ 72.29 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી ઓછું 46.03 ટકા મતદાન નોંધાયું છે. આ સમાચાર પણ વાંચોઃ આજે સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટનું પરિણામ શહેરી વિસ્તારોના ભાજપનો ગઢ અકબંધ રહેશે કે ગાબડું પડશે? ગુજરાતના શહેરી વિસ્તારો ભાજપના ગઢ સમાન રહ્યા છે. અમદાવાદ અને રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી અને સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે. અનેક રાજકીય ઉતાર ચડાવ વચ્ચે પણ શહેરી વિસ્તારોમાં ભાજપે પકડ બનાવી રાખવામાં સફળ રહ્યો છે. 2025માં જે નવી 9 મહાનગરપાલિકા બનાવવામાં આવી છે તે નગરપાલિકા હતી તેમાં પણ 2021માં ભાજપનો વિજય થયો હતો.
    Click here to Read More
    Previous Article
    વાઘાણીના ગઢમાં કોંગ્રેસના ઢોલ વાગ્યા:ઉના પાલિકામાં રાજલ બારોટનો વિજય; જામનગરમાં આપ-કોંગ્રેસના જેલમાં બંધ ઉમેદવારોની જીત
    Next Article
    દ્વારકા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપનો એકતરફી વિજય:ઓખામંડળમાં પબુભા માણેકનો પ્રભાવ યથાવત, તમામ બેઠકો જીતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment