Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા તાલુકા પંચાયતની ચૂંટણીનું લાઇવ પરિણામ:જુઓ ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી વિજેતા થયેલા ઉમેદવારોની યાદી

    15 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગત 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાયું હતું. જેની મતગણતરી આજે 28મી એપ્રિલે હાથ ધરવામાં આવી છે. જુઓ મોડાસા તાલુકા પંચાયતના વિજેતા અને ચૂંટણી લડેલા ઉમેદવારોની યાદી. મોડાસા નગરપાલિકા માટે આમ આદમી પાર્ટીના પણ કેટલાક ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે.વોર્ડ-1માં ધર્મેશકુમાર પગી, વોર્ડ-2માં લક્ષ્મીબેન પંડ્યા, વોર્ડ-3માં પંચાલ મયુરકુમાર, વોર્ડ-3માં યોગેન્દ્રકુમાર ભટ્ટ, વોર્ડ-5માં ખેરાડા મોહમ્મદ યુનુસ, વોર્ડ-8માં મો.સલીમ સુથારને AAPએ ટિકિટ આપી છે. મોડાસાનો ઇતિહાસ મોડાસાનું નામ પ્રાચીન સમયના 'માંડવ્ય ઋષિ' ના નામ પરથી ઉતરી આવ્યું હોવાનું મનાય છે. 2013માં સાબરકાંઠામાંથી અલગ થઈને બનેલા અરવલ્લી જિલ્લાનું વડું મથક મોડાસા છે. અરવલ્લીની ગિરિમાળાઓની તળેટીમાં આવેલું છે, જે તેને કુદરતી સૌંદર્ય અને પથરાળ ભૂપૃષ્ઠ બક્ષે છે. અહીંની મઝૂમ નદી પરનો મઝૂમ ડેમ આ વિસ્તાર માટે સિંચાઈ અને પાણીનો મુખ્ય સ્ત્રોત છે. મોડાસાને ઉત્તર ગુજરાતનું મજબૂત શૈક્ષણિક કેન્દ્ર માનવામાં આવે છે. દૂર-દૂરના ગામડાઓથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવે છે. મોડાસાથી નજીક જ જગવિખ્યાત શામળાજી મંદિર આવેલું છે, જેની અસર મોડાસાની સંસ્કૃતિ પર જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    સાઠંબા તાલુકા પંચાયતની ચૂંટણીનું લાઇવ પરિણામ:જુઓ ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી વિજેતા થયેલા ઉમેદવારોની યાદી
    Next Article
    હિંમતનગર તાલુકા પંચાયતની ચૂંટણીનું લાઇવ પરિણામ:જુઓ ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી વિજેતા થયેલા ઉમેદવારોની યાદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment