Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલું સુખ તે...:ચરબીના ઘટાડાને અસર કરે છે કોર્ટિસોલ

    12 hours ago

    તમે પ્રમાણસર, પૌષ્ટિક આહાર લેતાં હો, જંકફૂડ ન ખાતાં હો અને નિયમિત વર્કઆઉટ કરતાં હો. છતાં વજનકાંટો ખસતો નથી. આવું બને ત્યારે મોટા ભાગના લોકો માને છે કે તેમણે ખોરાક ઓછો લઇને વધારે એક્સરસાઇઝ કરવાની જરૂર છે. ખરેખર તો વજનકાંટો ન ખસવા પાછળ જવાબદાર છે, કોર્ટિસોલ. કોર્ટિસોલ લોહીમાં રહેલી શર્કરાનું નિયમન કરે છે, ઇન્ફ્લેમેશનનું વ્યવસ્થાપન કરે છે. છતાં કોર્ટિસોલમાં લાંબા સમય સુધી વધારો થાય ત્યારે સમસ્યા ઊભી થાય છે. શરીર વિવિધ પ્રકારના સ્ટ્રેસને અલગ પાડી શકતું નથી. ભાવનાત્મક દબાણ, અપૂરતી ઊંઘ, ભોજન ન કરવું, વધારે પડતા વિચારો કરવા વગેરેને કારણે સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે અને આ સ્ટ્રેસ દૂર કરવો તે પ્રાથમિકતા બની જાય છે. કોર્ટિસોલનું પ્રમાણ વધી જાય ત્યારે કેટલાક મહત્ત્વના ફેરફાર થાય છે. જેમ કે, શરીરમાં પેટની આસપાસ ચરબી વધી જાય છે. કોર્ટિસોલ શરીરને ચરબીનો સંગ્રહ રક્ષણાત્મક તરીકે કરવા પ્રેરે છે. આથી જ ઘણા લોકો નિયમિતતા જાળવે તો પણ ચરબીમાં ઘટાડો થતો નથી. ભૂખ અને ક્રેવિંગને જાળવવાનું મુશ્કેલ બને છે. કોર્ટિસોલ ભૂખ લગાડતા હોર્મોન્સ ક્રેવિંગ્સમાં વધારો કરે છે. મેટાબોલિઝમ વધારે સંકુચિત થાય છે. શરીર વધારે ઊર્જાનો ઉપયોગ કરવા લાગે છે, એટલે કે ઓછી કેલેરી બર્ન થાય છે. પાણી ઓછું પીવાય છે અને ઇન્ફ્લેમેશન વધે છે. સ્ટ્રેસને કારણે વજન વધે. મોટા ભાગે લોકોને પરિણામ ઓછું જોવા મળે ત્યારે વધારે નિયમન કરવાની ઇચ્છા જાગે છે. કોર્ટિસોલમાં ઘટાડો કરવાના ઉપાય: તમારું ધ્યેય ક્રોનિક સ્ટ્રેસના લક્ષણોમાં ઘટાડો કરવાનું હોવું જોઇએ જેથી શરીર એકત્રિત થયેલી ચરબીને સલામતીપૂર્વક ઘટાડી શકવા સક્ષમ બને. તે માટે : પૂરતો અને સંતુલિત આહાર લો: ઓછા આહારથી સ્ટ્રેસ વધે છે. ભોજનમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ સામેલ હોય. લોહીમાં શર્કરાનું પ્રમાણ સ્થિર રહેવાથી કોર્ટિસોલનું નિયમન થાય છે. વર્કઆઉટ્સ અંગે પુન:વિચારણા: એક્સરસાઇઝમં ચાલવા જવું કે સામાન્ય વર્કઆઉટનો સમાવેશ કરો. આથી ચરબીમાં ઘટાડો થવામાં મદદ મળે છે. પૂરતી ઊંઘ: પૂરતી ઊંઘથી પણ કોર્ટિસોલનું સ્તર ઘટે છે. ઊંઘનો સમય નિશ્ચિત રાખો અને સૂતાં પહેલાં સ્ક્રીનનું પ્રમાણ ઘટાડો. નિયમિત બ્રેક: દિવસ દરમિયાન થોડી-થોડી વારે ઊંડા શ્વાસ લો, શાંતિથી બેસો અથવા સ્ટ્રેચિંગ કરો. કેફિનયુક્ત પીણાં ટાળો: કેફિનથી કોર્ટિસોલમાં વધારો થાય છે. દિવસ દરમિયાન ચા-કોફી જેવાં કેફિનયુક્ત પીણાંનું પ્રમાણ ઓછું કરો. શરીર સલામતી ત્યારે જ અનુભવે, જ્યારે હોર્મોન્સ સારી રીતે કામ કરતા હોય, ઊર્જામાં વધારો જણાય, ચરબીનું પ્રમાણ જળવાઇ રહે.
    Click here to Read More
    Previous Article
    પાંચમો વેદ:કામના લીધે મારે લાંબો સમય ઊભા રહેવું પડે છે, જેથી એડીમાં ભારે દુખાવો રહે છે
    Next Article
    ફેશન:ગ્લેમરસ સમર: હવે જીન્સમાં પણ નહીં લાગે ગરમી, ટ્રાય કરો આ સ્ટાઇલ!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment