Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીલે ગગન કે તલે:આ ફોટો જોયો?

    8 hours ago

    આ માં ગાંધીજીની સાથે દાંડીકૂચ કરતા છગનલાલ જોશી દેખાય છે, એ છગનલાલ જોશીનાં સુપુત્રી સુચેતા (સુચી) વ્યાસ, અને તે સુચી વ્યાસનાં સુપુત્રી ડોલી વ્યાસ–આહુજા. અહિંસાની ચળવળમાં જોડાયેલાં છગનલાલની દોહિત્રી ‘અ–હિંસા’ શબ્દને તેના માતામહ કરતાં પણ એક ડગલું આગળ લઈ લડત લડે છે પશુકલ્યાણની. ડોલી યાને વેજિટેરિયન નહીં પણ ‘વીગન’ વોરીઅર. અમે લાગ મળે ત્યારે ઢોલ પીટીને કહેતાં હોઈએ છીએ કે અમે બી વીગન છીંઈએ. હિન્દોસ્તાનમાં હજી ટોટલ વીગન થઈ શકાયું નથી, પણ બહેન ડોલી તો હાથમા માઇક લઈને નીકળી પડી છે તેની ‘દાંડીકૂચ’ ઉપર! ગયા વીકએન્ડમાં YouTube પર ડોલી વ્યાસ-આહુજાની ડોક્યુમેન્ટરી ‘Million Vegan Grandmothers Podcast’ રજૂ થયેલી, જેમાં તેણે દૂધ ઉદ્યોગની છુપાયેલી હકીકતો બતાવેલી જે જોતાં કોઈ બી જોનારના ગળાની નસો ખેંચાય! એટલે સુચી ગિરીશ વ્યાસ પરિવારના તો ફેમિલી ફ્રેન્ડ છીએ. એટલે સીધો કીધો દૂરભાષ કાઇન્ડોફ ઇન્ટરવ્યૂ. ‘હું 45 વર્ષની હતી, ત્યારે એક દિવસ ધ્યાનમાં બેઠી હતી—વૃક્ષની નીચે. મેં વૃક્ષને કહ્યું: આપણી પ્રીતિ વધતી રહે.’ થોડા દિવસોમાં જ એક પ્રાણી ક્રૂરતાનો વિડિયો તેની નજરે પડ્યો. એ રાત્રે જ તેણે નક્કી કરી લીધું—હવે માંસ નહીં, હવે અહિંસા. એનું ઘર પણ આ પરિવર્તનથી બદલાયું. પતિ વીગન અને સંતાનો પણ વેજિટેરિયન બન્યાં. ‘અમારા ઘરમાં દયા માત્ર શબ્દ નથી, જીવનશૈલી છે. અને એ ઘરમાં બે જીવંત શ્વાનબંધુઓ છે, અમારા માટે એ ‘પેટ્સ’ નથી, પરિવાર છે. તે બંને મને રોજ યાદ અપાવે છે કે પ્રાણીઓ પણ પ્રેમ અને સન્માનના હકદાર છે.’ આ નિર્ણય માત્ર ભોજન સુધી મર્યાદિત રહ્યો નહીં. ‘જ્યારે હું વીગન બની, ત્યારે સમજાયું કે દૂધ, મધ, ઊન, રેશમ, ચામડું—આ બધું શૃંગાર સાધનોનું પ્રાણીઓ પર ટેસ્ટિંગ, ઝૂ, સર્કસ, કોસ્મેટિક્સ—બધું જ નિરપરાધ જીવોનો દ્રોહ છે.’ તેની નજર હવે દરેક વસ્તુમાં કરુણાની શોધ કરતી હતી. ગયા અઠવાડિયે ડોલીએ દૂધ ઉદ્યોગમાં થતી પારાવાર ક્રૂરતા અને દૂધ ઉદ્યોગની છુપાયેલી એવી હકીકતો પર પ્રકાશ પાડ્યો હતો જે ખરેખર આપણા ડોકની નસો ખેંચાય એવી કરપીણ હતી. ફરી જોવા Dairy Truth Uncovered with Dolly Vyas-Ahuja, પ્લેટફોર્મ: YouTube – Million Vegan Grandmothers Podcast. અગાઉ ડોલીએ જીવદયાની પોતાની તીવ્ર લાગણીની ફિલ્મ પણ બનાવી છે. ધ લેન્ડ ઓફ અહિંસા. આ ડોક્યુમેન્ટરીએ વિશ્વભરમાં પ્રતિસાદ મેળવ્યો હતો. હોંગકોંગ, લંડન, બોસ્ટન, WRPN વુમન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને સિનેવિલ કલકત્તા ગ્લોબલ સિનેફેસ્ટ—બધે શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ તે જીતી. દરેક એવોર્ડ માત્ર સિનેકળા ખાતર નહોતો, પરંતુ અહિંસા શક્તિશાળી છે, પરિવર્તન શક્ય છે, એવા સંદેશાનો પુરાવો હતો! ‘આ સફર ખોરાક કે ફેશન વિશે નથી. આ છે જાગૃતિ વિશે—કે જીવન પરસ્પર જોડાયેલું છે. વૃક્ષની છાયામાં શરૂ થયેલી ધ્યાનયાત્રા આજે વિશ્વના મંચો પર પહોંચેલી છે.’ ડોલી તેની ટેક્સાસની વિશિષ્ટ અંગરેજીમાં જણાવે છે કે પ્રેમ, જ્યારે વહેંચાય છે, ત્યારે તે માત્ર વ્યક્તિને નહીં, સમાજને પણ બદલાવી શકે છે. દૂધ ઉદ્યોગની છુપાયેલી હકીકતો. તેમનો પ્રશ્ન સીધો છે: શું આપણે જે દૂધ પીઈએ છીએ તે ખરેખર નિર્દોષ છે? એક સમય હતો જ્યારે કવિ રસખાને ગાયેલું તેમ ગોવાલણીઓ એક પવાલા છાશ માટે ખુદ પરમાત્માને ટટળાવતી હતી. પરંતુ ત્યારે ગાયો મુક્ત રીતે હરતી, ફરતી, રતિ કરતી અને ગર્ભને ધરતી. ગાયોને માતા જેટલું સન્માન અપાતું, અને ચારમાંથી બે આંચળ તેનાં બચ્ચાં માટે ને વધેલાં બે આંચળ માનવ પરિવાર માટે હતાં. દો આંચલ; દો–હન! આજે ગાયોના માતૃત્વને કેવી રીતે વ્યાપાર બનાવવામાં આવે છે, હવે ગાયો જાણે દૂધ બનાવતાં મશીનો બની ગઈ છે, જીવતે જીવ જીવન તો ખરું જ પણ જન્મતાં વેંત સંતાનો ગુમાવી ચૂકી છે. તેમનું ક્રૂરરીતે ગર્ભાધાન થાય છે, બાળક થતાં જ તેને ઉપાડી લેવાય છે ને દોહતી વખતે તેનું મોં બતાવી ગાયનાં વાછરડાં કે વાછરડી માટે ઊભરાઈ આવતું ગાયનું દૂધ દોહી લેવાય છે. તેના ખાવાનામાં અખાદ્ય પદાર્થો અપાય છે, વાછરડો હોય તો તેને ‘વીઈલ’ યાને વાછરડાના માંસ માટે, મુલાયમ ચામડા માટે, અને વાછરડી હોય તો ગાય તરીકે ઉછેરી તેમનાં શોષણ થાય છે. કેમકે નવજાત બચ્ચાંને જન્મ પછી તરત જ માતાથી અલગ કરવામાં આવે છે. ગાય પોતાના બચ્ચાં માટે રડતી જોવા મળે છે. દૂધ મેળવવા માટે ગાયોને યાન્ત્રિક રીતે સતત ગર્ભવતી કરવામાં આવે છે. આથી તેમના શરીર પર ભારે તાણ પડે છે અને એમનો જીવનકાળ ઘટે છે. ગાયોને ભીડભરી, ગંદી જગ્યાઓમાં રાખવામાં આવે છે. આરોગ્યસંભાળ અને આરામનો અભાવ. હાલ જ વિયાએલી ગાયનો વલોપાત દુઃખ—બચ્ચાંથી અલગ થવાથી લાંબા સમય સુધી રહે છે. જય જોષી છગનલાલ.
    Click here to Read More
    Previous Article
    Adani Total Gas' Q4 Profit Rises 9%, Revenue Jumps Nearly 17%
    Next Article
    Baby Born On Delta Flight Minutes Before Emergency Landing: "Pretty Wild"

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment