Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતાન સુખના અભાવે પરિણીતા પર અત્યાચાર:કલોલમાં ઉચ્ચ શિક્ષિત પત્નીને એકલી મૂકી પતિ કેનેડા જતો રહ્યો, સાસરીયાએ તાળા મારી પાણીના જોડાણ કાપી ઘર છોડવા ત્રાસ ગુજાર્યો

    9 hours ago

    કલોલની અમીકુંજ સોસાયટીમાં રહેતી અને બી.ટેકનો ઉચ્ચ અભ્યાસ કરી ચૂકેલી એક પરિણીતા સાથે તેના પતિ અને સાસરિયાઓએ કરેલા અત્યાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સંતાન ન થવાના મેણાં-ટોણાંથી શરૂ થયેલો આ વિવાદ પત્નીને અંધારામાં રાખી પતિના કેનેડા પલાયન થવા અને ત્યારબાદ પત્ની સાથે સંપર્ક તોડી નાખવા સુધી પહોંચ્યો છે. આ મામલે પરિણીતાએ કલોલ શહેર પોલીસમાં પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શું છે સમગ્ર ઘટના? પરિણીતાના લગ્ન મે 2022માં થયા હતા. લગ્ન જીવનની શરૂઆત સારી રહી હતી પરંતુ, સંતાન પ્રાપ્તિ ન થતાં દંપતીએ આઈવીએફ (IVF) ની સારવાર લીધી હતી. જૂન 2024માં આ સારવાર નિષ્ફળ જતાં જ સાસરિયાઓનો અસલી ચહેરો સામે આવ્યો હતો. પતિ અને સાસુ-સસરાએ પત્નીને "તું અમને સંતાન આપી શકતી નથી" તેમ કહીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિનું કેનેડા પલાયન અને સંપર્કવિહીન આ પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પતિએ તેને અંધારામાં રાખી કેનેડાના વિઝાની ફાઈલ મૂકી દીધી હતી. જ્યારે કેનેડાની ટિકિટ બુક થઈ ગઈ ત્યારે જ તેને આ અંગે જાણ કરવામાં આવી હતી. તે સમયે પતિએ વિશ્વાસ અપાવ્યો હતો કે તે કેનેડા જઈને તેને પણ બોલાવી લેશે. જોકે, સપ્ટેમ્બર 2024માં કેનેડા ગયા બાદ ફેબ્રુઆરી 2025થી પતિએ પત્ની અને તેના પિયર પક્ષના તમામ નંબરો બ્લોક કરી દીધા અને સંપર્ક તોડી નાખ્યો હતો. સાસરિયાના અમાનવીય કૃત્યો પતિના ગયા બાદ સાસુ અને સસરાએ પરિણીતાને ઘર છોડવા માટે મજબૂર કરવા અવનવા પેતરા શરૂ કર્યા હતા. માર્ચ 2026માં જ્યારે પરિણીતા થોડા દિવસ માટે બહાર ગઈ હતી ત્યારે સાસરિયાઓએ ઘરના તાળાં બદલી નાખ્યા હતા. આ સ્થિતિમાં પરિણીતાએ પોલીસની મદદ લઈને ઘરમાં પ્રવેશ કર્યો હતો. જોકે, સાસરિયાઓ અહીં જ ન અટક્યા, તેમણે રસોડાને તાળું મારી દીધું અને પાણીની મોટરનું કનેક્શન પણ કાપી નાખ્યું હતું. જ્યારે પરિણીતાએ રસોડાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો, ત્યારે સાસરિયાઓએ તેના પર ચોરીનો ખોટો આરોપ લગાવી વધુ ત્રાસ ગુજાર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    42 ડિગ્રી તાપમાન વચ્ચે પાણી કાપ:મંગળવારે શહેરના 12 જેટલા વિસ્તારોમાં પાણી કાપ, જાણો કયા-કયા વિસ્તારો પ્રભાવિત થશે
    Next Article
    IPL 2026 LIVE: Kohli Achieves Massive All-Time IPL Record; DC 75 All Out vs RCB

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment