Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈમાં તરબૂચ ખાવાથી પતિ-પત્ની, બે દીકરીઓના મોત:ફૂડ પોઈઝનિંગની આશંકા; ઘરે મહેમાનો સાથે બિરયાની ખાધી, પછી ફળ ખાધા હતા

    10 hours ago

    મુંબઈના જે.જે. માર્ગ વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોના તરબૂચ ખાવાથી મૃત્યુ થયા. મૃતકોમાં અબ્દુલ્લા અબ્દુલ કાદર (40), તેમની પત્ની નસરિન (35) અને તેમની પુત્રીઓ ઝૈનબ (13) અને આયેશા (16)નો સમાવેશ થાય છે. પોલીસે ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 25 એપ્રિલે પરિવારે પોતાના ઘરે એક ગેટ-ટુગેધર પાર્ટી રાખી હતી. જેમાં કેટલાક સંબંધીઓ આવ્યા હતા. પરિવારે મહેમાનો સાથે બિરયાની ખાધી હતી. ત્યારબાદ દંપતી અને તેમની બંને પુત્રીઓએ તરબૂચ ખાધું. ત્યારબાદ તેમની તબિયત બગડી. તમામને પહેલા એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ હાલત ગંભીર થતાં તેમને જે.જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન એક પછી એક પરિવારના ચારેય સભ્યોના મોત થયા. મહેમાનોના ગયા ત્યાં સુધી પરિવારને કોઈ તકલીફ નહોતી NDTVના રિપોર્ટ અનુસાર, અબ્દુલ્લા મોબાઈલ એક્સેસરીઝની દુકાન ચલાવતા હતા. શનિવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે અબ્દુલ્લાના ઘરે પાંચ સંબંધીઓ ડિનર માટે ભેગા થયા હતા. ખાવામાં બિરયાની હતી. ડિનર પછી સંબંધીઓ પોતાના ઘરે પાછા ફર્યા. તે સમયે અબ્દુલ્લા, તેમની પત્ની કે દીકરીઓને કોઈ તકલીફ નહોતી. ત્યારબાદ પરિવારે રાત્રે લગભગ 1 વાગ્યે તરબૂચ ખાધું. સવારે લગભગ 5 વાગ્યે તેમની તબિયત બગડવા લાગી. તેમને ઉલટી અને ઝાડા થવા લાગ્યા. પરિવારે ડોક્ટરને તરબૂચ ખાવાની જાણકારી આપી હતી શરૂઆતમાં એક સ્થાનિક ડોક્ટરે તેમની સારવાર કરી, પરંતુ હાલત બગડતાં તેમને જેજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સારવાર દરમિયાન નાની દીકરી ઝૈનબનું સવારે લગભગ 10:15 વાગ્યે મૃત્યુ થયું. તેની માતા અને મોટી બહેન પછી પિતાનું મૃત્યુ રવિવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે થયું. પરિવારની સારવાર કરનાર ડો. ઝિયાદ કુરેશીએ જણાવ્યું કે બધાની હાલત ખૂબ જ ખરાબ હતી. ડોક્ટરના મતે, પરિવારે પોતે જ જણાવ્યું કે બધા લોકોએ તરબૂચ ખાધું હતું, જેના કારણે તેમની તબિયત બગડી ગઈ છે. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ દરમિયાન શરીરમાંથી લેવાયેલા સેમ્પલ આગળની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઘરમાંથી અડધું ખાધેલું તરબૂચ પણ જપ્ત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યું છે. 1 એપ્રિલ: અમદાવાદમાં ઢોંસાથી 2 બાળકીઓના મોતનો દાવો અમદાવાદમાં એપ્રિલની શરૂઆતમાં ઢોંસા ખાવાથી બે બાળકીઓના મોતનો દાવો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેને ફૂડ પોઈઝનિંગનો મામલો માનવામાં આવી રહ્યો હતો, પરંતુ તપાસમાં બાળકીઓના માતા-પિતાના બ્લડ સેમ્પલમાં ઝેરી પદાર્થના સંકેત મળ્યા. માહિતી અનુસાર, 1 એપ્રિલે બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિ બેટર લઈને આવ્યા હતા. તેમાંથી બનેલા ઢોસા ખાધા પછી પત્ની અને બંને દીકરીઓની તબિયત બગડી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં 3 મહિનાની બાળકીનું 3 એપ્રિલે મૃત્યુ થયું, જ્યારે 4 વર્ષની બાળકીએ પણ દમ તોડી દીધો.
    Click here to Read More
    Previous Article
    કોહલીના IPLમાં 9 હજાર રન પૂરા:દિલ્હીએ 76 રનનો ટાર્ગેટ; બેંગલુરુનો સ્કોર-65/1, હેઝલવુડને 4 વિકેટ
    Next Article
    42 ડિગ્રી તાપમાન વચ્ચે પાણી કાપ:મંગળવારે શહેરના 12 જેટલા વિસ્તારોમાં પાણી કાપ, જાણો કયા-કયા વિસ્તારો પ્રભાવિત થશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment