Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ભર બપોરે બે લુટારુઓ દ્વારા ચાકુની અણીએ લૂંટ:ચૂંટણીના મતદાન કેમ નથી કર્યું એમ કહીને દંપતી પાસેથી સોના દાગીના અન રોકડ લઈ લૂંટારા ફરાર, આરોપીઓની શોધખોળ શરૂ

    8 hours ago

    વડોદરા શહેરના સમા વિસ્તારમાં આજે બપોરના સમયે એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. મોઢા પર રૂમાલ બાંધીને આવેલા બે અજાણ્યા લૂંટારાઓએ ઘરમાં આરામ કરતા વૃદ્ધ દંપતિને મતદાન મુદ્દે ધમકાવી ગળું દબાવી તથા ચાકુ બતાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લૂંટી લીધી હતી. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સંતોષીનગર સોસાયટીમાં બપોરના સમયે વૃદ્ધ દંપતિ પોતાના ઘરે આરામ કરી રહ્યું હતું ત્યારે બે શખ્સો મોઢા પર રૂમાલ બાંધીને ઘરમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારાઓએ “તમે ચૂંટણીમાં મતદાન કેમ નથી કર્યું?” કહીને દંપતિને ધમકાવવાનું શરૂ કર્યું હતું. દંપતિ કઈ સમજ્યા પહેલા જ લૂંટારાઓએ ગળું દબાવી તથા ચાકુ બતાવી ડરાવ્યા હતા. ત્યારબાદ ઘરમાં રહેલી તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ વૃદ્ધ દંપતિએ પડોશીઓની મદદ લીધી અને પોલીસને જાણ કરી હતી. ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી લૂંટારાઓને ઝડપી પાડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરત SBIમાં બંદૂકની અણીએ 13 મિનિટમાં 50 લાખની લૂંટ,એક્સક્લૂઝિવ CCTV:કેશવાનની 40 મિનિટ રાહ જોઈ, 6 લૂંટારાઓએ કર્મચારીઓને બંધક બનાવ્યા; સ્પોર્ટ્સ બાઈક પર રફૂચક્કર
    Next Article
    IPL 2026 LIVE: '49 All Out' Under Threat; Disastrous DC 13/6 In Powerplay vs RCB

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment