Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના વૈષ્ણવાચાર્ય મથુરેશ્વરજી મહારાજનું નિધન:કારેલીબાગ સ્થિત શ્રી ગોવર્ધનનાથજી હવેલીથી અંતિમ યાત્રા નીકળી, મોટી સંખ્યામાં વૈષ્ણવજનો જોડાયા, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં શોકની લાગણી પ્રસરી ગઈ

    16 hours ago

    વડોદરા શહેરમાં વૈષ્ણવાચાર્યના નિધનને પગલે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય માટે શોકની લાગણી પ્રસરી ગઈ છે. શહેરના કારેલીબાગ સ્થિત ગોવર્ધનનાથજી હવેલીના વૈષ્ણવાચાર્ય મથુરેશ્વરજી મહારાજનું નિધન થતા આજે સાંજે તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો જોડાયા હતા. ભક્તજનો અને અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા વૈષ્ણવાચાર્ય મથુરેશ્વરજી મહારાજના મહારાજના નિધનના સમાચાર મળતા જ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવજનોએ હવેલી ખાતે પહોંચી અંતિમ દર્શન કર્યા હતા. તેમના આધ્યાત્મિક માર્ગદર્શન અને સેવાકીય કાર્યોને યાદ કરી ભક્તોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમની અંતિમ યાત્રા કારેલીબાગ સ્થિત હવેલીથી વિધિવત રીતે પ્રસ્થાન કરી હતી, જેમાં ભક્તજનો અને અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભજન-કીર્તન અને ભગવાનના નામસ્મરણ વચ્ચે અંતિમ યાત્રા આગળ વધતી હતી. આ અંતિમ યાત્રા હરણી રોડ પર આવેલા મોટનાથ મુક્તિધામ સુધી પહોંચી હતી, જ્યાં ધાર્મિક વિધિઓ સાથે મથુરેશ્વરજી મહારાજને અંતિમ વિદાય આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં શોક અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 49 મતદાન મથકોએ EVM બદલવા પડ્યા:તાલુકા પંચાયતમાં સૌથી વધુ 60.36 ટકા તો ગોંડલ ન.પા.માં સૌથી ઓછું 48.51 ટકા મતદાન, જિ. પંચાયતમાં 60.19 ટકા વોટિંગ
    Next Article
    રાજ્યની સાથે હાઇકોર્ટમાં પણ તાપમાન વધ્યું:કોર્ટે અમદાવાદમાં દબાણ મુદ્દે AMC કમિશ્નર, ધ્વનિ પ્રદૂષણના મુદ્દે ગૃહ વિભાગના સેક્રેટરી તથા GPCB ચેરમેનને ઓનલાઈન હાજર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment